Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનન મુદ્દે રજુઆત

જામજોધપુર તા.ર૬ : તાલુકાના લલોઇ તેમજ ભોજાવેડી વિસ્તારમાં સરકારી ખરાબા સર્વે નં.૧૩૯/રર૬ પૈકીમાં ચાલતી લાઇમ સ્ટોનના વિસ્તારની બહાર મોટાપાયે ખનીજ ચોરી થાય છે તેમજ આ વિસ્તારમાં વિજ પુરવઠો પણ ગેરકાયદેસર રીતે અપાયો છે.

લીઝ ધારકોને ફાળવેલ જમીનની જગ્યાએ સરકારી ખરાબાની વેસ્ટેજ જગ્યાઓમાં તથા ગૌચરની જગ્યામાં મોટાપાયે દબાણ કરેલ છે.

કરારની એક પણ શરતનું પાલન કરવામાં આવતુ નથી તથા જાહેર ધાર્મિક સંસ્થા તરફના રસ્તા બંધ કરી દીધા છે. લીઝ વિસ્તારની બહાર આજુબાજુના વિસ્તારમાં મનફાવે તે રીતે વૃક્ષોને કાપીને તેમનો નાશ કરી પર્યાવરણને નુકસાન કરેલ છે તેમજ લીઝ હોલ્ડર નિયમ મુજબ ગામના બીપીએ ધારક, પછાત, શિક્ષિત બેરોજગાર કે શ્રમયોગી આમાંથી કોઇપણ લાયકાત ન ધરાવતા હોય તેમજ લીઝ હોલ્ડર રાજકીય ઓથ ધરાવતી વગદાર વ્યકિત હોય આથી પાણી લે-વેચ કરે છે.

આ વિસ્તારમાં પર્યાવરણની એનઓસી વગર જ મોટાભાગે લીઝ મંજુર કરવામાં વી છે તેમજ આ વિસ્તારમાં રોયલ્ટી વગર ઓવરલોડ બેલાની તસ્કરી મોટાપાયે પરિવહન થાય છે. જેમાં જવાબદાર કોણ ? આ બધી બાબતો અંગે લલોઇ ગામના જી.પી.ખરા નામના વ્યકિતએ કલેકટર સહિત લગત કચેરીને લેખિત આધાર પુરાવા સાથે રજુઆત કરીને તાકીદે યોગ્ય કરવા માંગ કરી છે.

(9:51 am IST)