Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જુનાગઢ ખેડૂત તાલીમ કેન્દ્રમાં આયોજીત કૃષિ મેળામાં ખેડૂતો ઉમટ્યા

 જૂનાગઢ : જૂનાગઢ ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનમાં જૂનાગઢના વિવિધ ગામડાઓમાંથી ખેડુત ભાઇ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કૃષિ પ્રદર્શન અને કૃષિમેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી જે.કે.ઠેશીયાએ જણાવ્યુ હતુ કે દેશમાં મહત્ત્।મ લોકો કૃષિ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે કૃષિની ઉત્પાદકતા વધે અને ખેતી નફાકારક બને તે દિશામાં વૈજ્ઞાનિક ભલામણોને ખેડુતો અનુસરવી પડશે સાથે ખેડુતોનાં સંતાનો ખેતી પરત્વે રસ અને રૂચિ દાખવે તે માટે તેનું પણ આયોજન કરવુ પડશે. કૃષિ યુનિનાં સંશોધન નિયામક ડો. વી. પી. ચોવટીયાએ ખેતીમાં દવા અને ખાતરનાં વપરાશ અને નિંદામણ નાશક ખેતપધ્ધતિઓની આડઅસરો વિશે માર્ગદર્શન આપ્યુ ંહતું. વેટરનરી ચિકિત્સક ડો. સાવલીયાએ આદર્શ પશુપાલન વિશે જાણકારી આપી હતી. સંયુકત ખેતિ નિયામક રાજકોટશ્રી ગઘેસરીયા અને ડો. જોષીએ ખેતી ખર્ચ ઘટાડી ખેત ઉત્પાદન વધારવાનાં નુસખા સાથે કીટક અને રોગ નિયંત્રણ વિષયે જાણકારી આપી હતી. નાયબ ખેતિ નિયામક (બાગાયત)શ્રી ગઢીયાએ પાક ફેરબદલી વિશે માહિતી આપી  બાગાયતમાં શ્રેષ્ઠ વળત્ત્।રની ઉત્ત્।મ તકો વિષયક જાણકારી આપી હતી.  નાયબ નિયામક ખેતી તાલીમ શ્રી કાસુન્દ્રએ જણાવ્યુ હતુ કે પ્રગતીશીલ અને પ્રયોગશીલ ખેડુતો કે જે બાગાયત અને કૃષિ સાથે પશુપાલન કરે છે તેમને કૃષિ વિષયક નિષ્ણાંત વૈજ્ઞાનિકો અને અનુભવી કૃષિકારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધવાથી જ્ઞાનવર્ધન તો થશે જ સાથે રાજય સરકારશ્રીની વિવિધ કૃષિ વ્યવસાયની કલ્યાકારી યોજનાઓ અને આધુનિક કૃષિ ઓઝારોની પણ પ્રદર્શનનાં સ્ટોલ થી માહિતી મળી શકશે. મેઘપુર ગામના અરવીંદભાઇ કેલૈયાએ માત્ર છ વિઘા જમીનમાં ચંદનની ખેતી સાથે બીજ રહીત લીંબુના પાકનું વાવેતર કરી વધુ વળતરની જાણકારી રજુ કરી હતી.મોટી મોણપરી ગામનાં વિલાસબેને સેન્દ્રીય ખાતરની ઉપયોગીતા સમજાવી ઓર્ગેનિક ખેત દ્વારા વધુ વળતરની જાત અનભુવની વાત રજુ કરી હતી. ખાંભા ગામના કલ્પેશભાઇ કોટડીયાએ ગાય આધારીત બજેટ રહીત ખેતીમાં મહત્ત્।મ પાક ઉત્પાદન મેળવવાની પોતાની ખેતીનાં અનુભવો ખેડુતો સમક્ષ રજુ કર્યા હતા. શાંતીપરા ગામનાં જેઠાભાઇ જોટવાએ પોતાની સફળતાની ગાથા રજુ કરી ખેતીક્ષેત્રે કરેલ સફળ પ્રયોગો વર્ણવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિભાગનાં અધિકારીઓ, કૃષિ અને પશુપાલન સંલગ્ન વિષયો પર કામ કરતી સંસ્થાઓનાં પ્રતિનીધીઓ, કૃષિ ઓઝારોની ઉત્પાદકતા સાથે સંકળાયેલ ઉત્પાદકશ્રીઓ, સુધારેલ બિયારણની માહિતી આપતા પ્રતિનીધીશ્રીઓ અને જિલ્લાભરમાંથી ખેડુતભાઇ બહેનો કૃષિ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ

(9:50 am IST)