Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

યાત્રાધામ ડાકોરમાં સોમવારથી ફુલદોલોત્સવ : માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠયા

હોળી પૂનમ ફૂલડોળ ઉત્સવમાં અમદાવાદ, સુરત,વડોદરા સહીત ગુજરાતમાંથી 20 લાખથી વધુ પદયાત્રીઓ ઉમટશે

યાત્રાધામ ડાકોરમાં સોમવારથી ફુલદોલોત્સવ ઉજવાશે મંદિરમાં હોળી પૂનમ ફૂલદોલ ઉત્સવ 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ઉજવાનારા ઉત્સવને લઇને ડાકોર ટેમ્પલ કમિટી,જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અત્યારથી પદયાત્રી સંઘોનું ડાકોરમાં આગમન શરૂ થઇ ગયું  છે.ઉત્સવને લઇને માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠયા છે.સવારની મંગળા આરતીમાં હજારો ભક્તો ઉમટયા હતા.

હોળી પૂનમ ફૂલડોળ ઉત્સવમાં અમદાવાદ, સુરત,વડોદરા સહીત ગુજરાતમાંથી 20 લાખથી વધુ પદયાત્રીઓ ડાકોરમાં દર્શનાર્થે ઉમટી પડશેયાત્રાળુઓ માટે કંટ્રોલ રૂમ,ચેકપોસ્ટો ઉભી કરાઇ છે.પદયાત્રીઓના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.સાથે પીવાના પાણી,વિસામો સહિત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

(1:09 am IST)
  • દુબઈમાં અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવદેહનું પોસ્ટમોર્ટમ પૂરું :પોલીસનો અંતિમ રિપોર્ટ તૈયાર કરી શકી નથી :પરિવારજનોને ફોરેન્સિક તપાસ રિપોર્ટની રાહ :સામાન્ય પ્રોટોકોલ મુજબ દુબઈમાં હોસ્પિટલ બહાર મૃત્યુ મામલે આ તપાસ 24 કલાકથી વધુ સમય લાગે છે :દુબઇ પોલીસ દ્વારા તપાસ ચાલુ : હવે શ્રીદેવીનો પાર્થિવ દેહ સોમવારે મુંબઈ આવશે access_time 9:24 am IST

  • બ્રિટનમાં કોલ્ડવેવ એલર્ટ : સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે. હાલ હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે. જેમાં પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે. હવામાન ખાતાએ કહ્યું છેકે, 3 દિવસ ખરાબ હવામાન અને ભારે બરફવર્ષા થશે. access_time 1:04 am IST

  • ચારેકોર નીરવ મોદી અને પીએનબી કૌભાંડની વાતો સહુ કરે છે પણ અમારૃં તો વિચારો? : નિરવ મોદીના વિવિધ એકમોમાં કામ કરતા અને બેકાર જેવી સ્થિતિમાં આવી ગયેલા સેંકડો નોકરીયાતોનો વેધક પ્રશ્ન : તમામની કફોડી હાલત : કોઈએ હોમ તો કોઈએ શિક્ષણ લોન લીધી છે : કોઈને ઓપરેશન છે તો કોઈને બીજા દેવા ભરવાના છે પણ સરકાર કે કંપની પાસે આ નોકરીયાતો માટે કોઈ જવાબ નથી access_time 3:54 pm IST