Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

ભાવનગર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડી વધુ ઠંડી પડવાની આગાહીઃ 12 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાતા દિવસભર લોકોએ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે.

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે અહીં હજુ પણ વધુ ઠંડી પડવાની આગાહી થઈ છે.

રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે ભાવનગરમાં પણ કાતિલ ઠંડીનો લોકો અનુભવ કરી રહયા છે.

સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ભાવનગર શહેરમાં છેલ્લાબે દિવસથી સુસવાટાભર્યા ઠંડા પવનો ફૂંકાતા લોકો રીતસર ઠુઠવાઈ ગયા છે.

સવારના સમયે 12 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાતા દિવસભર લોકોએ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે.

મહત્તમ તાપમાન ઘટીને 25.7 ડિગ્રી અને લઘુત્તમ 13 ડિગ્રી નોંધાયું હતું. સવારે 12 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાથી પવન ફુંકાતા વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે.

આગામી તા.29 જાન્યુઆરીથી ભાવનગર સહિત રાજ્યમાં ત્રણ દિવસો દરમિયાન ભારે ઠંડી પડવાની આગાહી છે.

ગુજરાતમાં પવનનાં સુસવાટા સાથે હજુ ઠંડી વધશે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

(1:12 pm IST)