Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબી એસટી ડેપોમાં પટ્ટાવાળા સહિતના બે શખ્શે કેશિયર પર છરીથી હુમલો કર્યો.

માવો માંગવા જેવી બાબતે છરી વડે ઈજા કર્યાની ફરિયાદ.

મોરબીના એસટી ડેપોમાં ફરજ બજાવતા કેશિયર પાસે માવાની માંગણી કરતા કેશિયરે ઇનકાર કર્યો હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા પટ્ટાવાળા સહિતના બે શખ્શોએ કેશિયરને છરી વડે ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા નરવીરસિંહ રણજીતસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી નવા બસ સ્ટેન્ડમાં કેશિયર તરીકે ફરજ બજાવતા હોય અને આજે ઓનલાઈન માહિતી અપલોડ કરવા માટે ડી.ઓ.આર ઓફિસમાં ગયા હોય ત્યારે ડેપોના પટ્ટાવાળા મુસ્તાક અબ્દુલ ચાનિયા રહે મોરબી અને તેની સાથે અજાણ્યો ઇસમ આવ્યા હતા જેને માવો માંગ્યો હતો જેથી ફરીયાદી નરવીરસિંહે હું માવો ખાતો નથી જેથી મારી પાસે નથી તેવો જવાબ આપતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી મુસ્તાકે છરી મારવા જતા હાથમાં પકડી લીધી હતી જેથી ઈજા પહોંચી હતી
તો ઢીકાપાટું માર મારી તેમજ અજાણ્યા ઇસમેં ગાળો આપી ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી હતી જેથી ઈજાગ્રસ્ત કેશિયરને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)