Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબી : “ફોન કરવો છે” કહી ફોન લીધા બાદ નજર ચૂકવી આપતા ચોરીને અંજામ, બે ઝડપાયા: ચોરીના પાંચ મોબાઈલ રીકવર કરવામાં સફળતા.

મોરબી તાલુકા વિસ્તારમાં નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગના બે શખ્શોને પોલીસે દબોચી લઈને ચોરીના ૦૫ મોબાઈલ સહીત ૧૮ હજારની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાની સુચના હેઠળ ચોરીના બનાવો અટકાવવા અને ચોરીના ગુનાઓ શોધી કાઢવા ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના પીપળી બેલા રોડ પર બે શખ્શો મોબાઈલની ચોરી કરી મોબાઈલ ફોન વેચવા,સગેવગે કરવા જવાની પેરવીમાં હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેથી ટીમે પીપળી બેલા રોડ પરથી બે શખ્શો મળી આવતા બે આરોપી ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર (રહે વિદ્યુતનગર મોરબી મૂળ દ્વારકા ) અને નાગરાજસિંહ વિજયસિંહ ઉર્ફે મોકાજી જાડેજા (રહે વિદ્યુતનગર મોરબી મૂળ ખંભાલીયા) એમ બે આરોપીને ઝડપી લઈને મોબાઈલ ફોન ૫ નંગ કીમત રૂ ૧૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બંને આરોપીઓ પીપળી બેલા રોડ પર ઉભેલ માણસો પાસેથી ફોન કરવો છે કહીને મોબાઈલ મેળવી નજર ચૂકવી ચોરી કરતા હોવાનું ખુલ્યું છે
જે કામગીરીમાં તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એમ આર ગોઢાણીયા, જગદીશભાઈ ડાંગર, પીયુષભાઈ બકુત્રા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:44 am IST)