Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ખાતરમાં થયેલો ભાવવધારો દૂર કરો : “આપ” દ્વારા કલેકટર આવેદન અપાયું.

પીપળી-જેતપર રોડ અને રવાપર-ઘુંનડાનું યોગ્ય રીતે રિપેરીગ કરવાની માંગ ઉઠાવી

મોરબી : છેલ્લા છ મહિનાથી યુરિયા ખાતરની જબરી અછત વર્તાય રહી છે. તેમજ ખાતરના ભાવો પણ બેફામ રીતે વધી રહ્યા છે. ત્યારે ભાજપ સરકાર ખેડૂતોને લૂંટતી હોવાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા આમ અદામીની ટીમે કલેકટરને આવેદન આપી ખાતરની અછત કરી ખાતરનો ભાવવધારો દૂર કરવા ઉપરાંત પીપળી-જેતપર રોડ અને રવાપર-ઘુંનડાનું યોગ્ય રીતે રિપેરીગ કરવાની માંગ ઉઠાવી છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે આવેદનપત્ર કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. જેમાં ખાતરની અછત અને ખાતરમાં થયેલા સતત ભાવવધારા પાછળ સરકારનો ખેડૂતોને લૂંટવાનો મલિન ઈરાદો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ગત વર્ષે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો પછી કેન્દ્રીય મંત્રીએ આ વખતે ખાતરમાં વધારો નહિ થાય અને ખેડૂતોને સબસીડી પેટે ચૂકવી દેવાની હૈયાધારણા આપ્યા બાદ પણ ખાતરમાં ભાવવધારો થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ ખાતરમાં ધીમીગતિએ ભાવવધારો કરી સરકારની રહેમ નજર હેઠળ ખેડૂતોને લૂંટી રહી છે. તેથી ખેડૂતો બાપડા બની ગયા છે. સરકાર આવી મેલીમુરાદ બંધ કરી ખેડૂતોને પડતી ખાતરની અછતમાં નિવારણ લાવવા તેમજ ખાતરમા વધતો જતો ભાવવધારો કંટ્રોલ લાવવા માટે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. આ ઉપરાંત ઉધોગ ઝોન ગણાતા મોરબી પીપળી – જેતપર રોડ અને રવાપર – ઘુનડા રોડની એકદમ ખરાબ હાલત હોવાથી હજારો લોકોને હાડમારી ભોગવવી પડે છે. તેથી આ બન્ને રોડનું યોગ્ય રીતે રીપેરીંગ કરવાની માંગ ઉઠાવી છે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ, સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગરના માર્ગદર્શનથી મોરબી જિલ્લા કાર્યકારી પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લાની ટીમ આવેદનપત્ર આપતી વખતે ઉપસ્થિત રહી હતી.

(11:39 am IST)