Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે હિમાલય જેવી ઠંડી : લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી

નલિયા ૪ , ગાંધીનગર ૬.૫ , જુનાગઢ ૬.૮ , ડીસા ૭.૮ , અમદાવાદ ૮ , રાજકોટ ૮.૫ ડિગ્રી : આઠ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે : સર્વત્ર ટાઢોડુ છવાયું

dir="auto">રાજકોટ તા.૨૬ :        રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ કડકડતી ઠંડીનો અનુભવ થયો છે ઠંડીને કારણે લોકો ઠુઠવાઈ ગયા છે વહેલી સવારે અને મોડીરાત્રીના કાતિલ ઠંડીના કારણે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે.ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે હિમાલય જેવી ઠંડી પડી છે લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી નોંધાયું છે.
      કચ્છના નલિયામા ૪ , ગાંધીનગર ૬.૫ , જુનાગઢ ૬.૮ , ડીસા ૭.૮ , અમદાવાદ ૮ , રાજકોટ ૮.૫ ડિગ્રી નોંધાયું છે.
 આઠ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે.સર્વત્ર ટાઢોડુ છવાયું છે.
                       જુનાગઢ
(વિનુ જોશી દ્વારા)જુનાગઢ:: ગિરનાર પર્વત ઉપર ગઈકાલે  ૧.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ આજે પણ કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે.લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી નોંધાયું છે. જૂનાગઢમાં ૬.૮ ડિગ્રી નોંધાયું છે.ભેજનું પ્રમાણ ૬૨% નોંધાયું છે
(10:54 am IST)