Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠન તથા પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચ દ્વારા ધોરાજી સહીત ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાયુ..

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠનના ભરતભાઈ મૂછડીયા યોગેશભાઈ ભાસાની આગેવાની હેઠળ સોમવારે દલિત યુવા વિકાસ સંગઠન અને પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચ દ્વારા અને સાથી સંગઠનોના માધ્યમથી ધોરાજી ઉપરાંત  ગુજરાતના દરેક જિલ્લામાં લઘુતમ વેતન ધારાનું અમલીકરણ થાય તે મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ખેત મજદૂરો કડિયા મજદૂર ઇટ ભઠ્ઠા મજદૂર અસંગઠિત છેત્રના મજદૂરો લઘુત્તમ વેતન ધારા પ્રમાણે મજદૂરી મળે તેમાટે કડક વલણમાં દરેક જિલ્લા મથકે આવેદન પત્ર આપી જણાવેલ કે તેનું અમલિકરન થાય અને જો નહીં થાય તો આવનારા સમય ગાંધીનગર ખાતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશના દરેક રાજ્યના સામાજિક સંગઠનો દ્વારા ધરાણા પ્રદશન કરવામાં આવશે .

આખા ગુજરાત આ તારીખ 24 /1/2022ના આવેદન આપવાના કાર્યકમમાં મજદૂર અધિકાર મંચના સ્ટેટ લીડર સમ્રાટ અશોક જી દ્વારા તથા તેમની ટીમ દ્વારા સંકલન કરી પુરા ગુજરાત લડત ઉપાડેલ છે કે મજદૂરોના અધિકાર માટે તેને લઘુતમ વેતન પૂરું મળે યા કોઈ પણ સ્થળે પલાયન કરીને મજદૂર જાય છે ત્યાં તેને પૂરતી રહેવાની ની સગવડ મળે તેની સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર તેને રોજગારી મળે અને કોઈ પણ અકસ્માત થાય તો તેને સરકારી ધારા ધોરણ પ્રમાણે તેને વળતર મળે અને તે અકસ્માતના જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી થાય તે મજદૂરો ને બાળકોને પૂરતું પૌષ્ટિક ભોજન મળે સ્વાસ્થ સેવા ઉપલબ્ધ થાય તેમજ તેના ભણતર માટે સગવડ ઉભી થાય કોઈ પણ મહિલા સામે ક્યારેય દૂર વ્યવહાર ન થાય તેના માટેની લડત કરી તેને મદદ થાય તેવા પ્રયાસો પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચ અને રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠન તેમજ સામાજિક પરિવર્તન મંડળ તેમજ અનેક સામાજિક સંગઠનો દ્વારા લડત કરે છે તેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં આવેદન આપીને રજુઆત કરી હતી

 

(8:12 pm IST)