Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

આજે કચ્છ ભૂકંપ ની વરસી : કચ્છના દૂધઈમા બે હળવા ધરતીકંપના આંચકા

રાજકોટ : આજે કચ્છ ભૂકંપ ની વરસી છે. આજે બપોરે કચ્છના દૂધઈમા બે હળવા ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જોકે તેની તીવ્રતા હળવી હતી.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, આજે 02:38  વાગ્યે કચ્છના દુધઇ થી ૧૪ કી.મી દુર ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ 02:42 વાગ્યે કચ્છના દુધઇ માં જ ૧.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(4:15 pm IST)