Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

જામનગર ખાતે ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ધ્વજવંદન

કોરોના વોરીયર્સનુ સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ: રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:“૭૨ મા પ્રજાસતાક”મહાપર્વની ઉજવણી જામનગર ખાતે યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા ના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો

જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા જામનગર જીલ્લા કક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી નીમીતે ધ્વજવંદન તેમજ કોરોના વોરીયર્સનુ સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાના વરદ હસ્તે યોજવામા આવ્યો. હતો
આ પ્રસંગે જામનગર જિલ્લા કલેક્ટરજામનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તેમજ રાજકીય અને સામાજિક મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા

(11:33 am IST)