Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રાજકોટ જીલ્‍લાના જેતપુર (નવાગઢ)માં ૮૦ વર્ષના મુસ્‍લિમ વૃદ્ધે ગુજરાતનો સૌથી ઉંચો રરપ ફૂટ ઉંચો રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી વર્ષોની પરંપરા જાળવવા સાથે રાષ્‍ટ્રભાવનાના દર્શન કરાવ્‍યા

જેતપુર :દર પ્રજાસત્તાક દિવસ (Republic Day 2020) આવે એટલે જેતપુર (Jetpur) શહેરમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખરનો એક જ ક્રમ હોય છે. આ દિવસે ધ્વજ ફરકાવીને તેઓ પોતાની દેશભક્તિનો અનોખો પરચો આપે છે. આજે તેમની ઉમર 80 વર્ષની છે, પરંતુ તેમ છતાં તેઓ આ ક્રમ ભૂલ્યા નથી. વર્ષોથી તેઓ જેતપુરમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે. આજે આ 80 વર્ષના મુસ્લિમ વૃદ્ધે પ્રજાસતાક દિવસ નિમિત્તે પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઈન પર તિરંગો લહેરાવી દેશભક્તિનું અનોખું ઉદાહણ પૂરું પાડ્યું હતું.

જેવોએ નાનપણમાં આઝાદીની લડતને નજીકથી નિહાળી છે, તેઓ માટે દેશભક્તિની વાત જ કંઈક અલગ હોય છે. જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખર ક્રેઇન સર્વિસનો ધંધો કરે છે. આ મુસ્લિમ વૃદ્ધ દ્વારા 26 જાન્યુઆરીના પ્રજાસતાક દિવસ નિમિત્તે દેશભક્તિની એક અનોખી મિશાલ રજૂ કરી છે. તેઓ પોતાના ઘર મોટો રાષ્ટ્ર ધ્વજ લહેરાવે છે. મોટો ધ્વજ તેઓએ 225 ફૂટ ઊંચી ક્રેન પર લહેરાવ્યો હતો.

આટલો ઊંચો ત્રિરંગો લહેરાવીને તેઓએ પોતાની રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી. પરંતુ દર વર્ષે તેઓ આ રીતે ત્રિરંગો ફરકાવે છે. આ નિમિત્તે શાળાના બાળકો તેમજ સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઇન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું. ગુલાબભાઈ સાથે જેતપુરના લોકો પણ આ સેવાકાર્યમાં જોડાય છે. લોકોએ પણ આટલો ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકતો જોઈને આ 80 વર્ષના વૃદ્ધને સલામ કરી હતી. ગુલાબભાઇ આ પરંપરા છેલ્લાં ઘણા વર્ષોથી નિભાવી રહ્યાં છે.

(2:10 pm IST)