Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

માળીયા મિંયાણાના કાજરડાના મુસ્લિમ મહિલાનું વાહન અકસ્માતમાં મોત

રાજકોટ : માળીયા મિંયાણાના ખિરઇ ગામ નજીક પાણીના ટાંકા પાસે બાઇક ટ્રેકટર પાછળ અથડાતાં પતિના બાઇક પાછળ બેઠેલા મુસ્લિમ મહિલા પડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજ્યું હતું. કાજરડા રહેતાં દાઉદભાઇ ઉમરભાઇ બાયદાણી (ઉ.૫૦) તેમના પત્નિ વિરબાઇબેન (ઉ.૪૫) સાથે બાઇકમાં બેસી જતાં હતાં ત્યારે ખિરઇ પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

 

(12:02 pm IST)
  • ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની હૈદરાબાદ પોલીસે કરી અટકાયત : ચંદ્રશેખર આઝાદ લંગરહાઉસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આયોજિત CAA NRC ના વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા : પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓએ આ વિરોધ પ્રદર્શન માટે અનુમતિ નહોતી લીધી access_time 12:46 am IST

  • સોનિયા ગાંધી કરતા વધુ લોકપ્રિય છે રાહુલ ગાંધી : આઈએનએસ-સી વોટરના ગણતંત્ર દિવસે 'સ્ટેટ ઓફ ધ નેશન સર્વેક્ષણમાં ખુલાસો : લોકસભા ચૂંટણીમાં પછડાટ છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતા અકબંધ :સોનિયા ગાંધી તેલંગાણામાં સૌથી વધુ લોકોએ પસંદ કર્યા : બાદમાં કેરળ અને ત્યારબાદ આંધ્રપ્રદેશમાં લોકપ્રિય છે : જયારે હિમાચલમાં સૌથી ઓછા લોકો સંતુષ્ટ છે ; રાહુલ ગાંધીની દક્ષિણ ભારતમાં લોકપ્રિયતા વધી : જોકે પોન્ડિચેરીમાં સૌથી વધુ 76 ટકા લોકોએ રાહુલને પસંદ કર્યા: જયારે હરિયાણામાં માત્ર 17,7 ટકા લોકો સંતુષ્ટ access_time 12:45 am IST

  • પાટડીના નવરંગપુરા ગામમાં જગ્યા બાબતે બે જુથો વચ્ચે અથડામણ: બે શખ્સો ઘવાતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા : ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : સ્થિતિ કાબુ હેઠળ access_time 1:46 pm IST