Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

મીઠાપુરમાં રોડ ઉભેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા ભસ્મીભુત

મીઠાપુર તા ૨૫  :  મીઠાપુરમાં બંધ પડેલી બસમાં આગ લાગતા બસ ભસ્મીભુત થઇ ગઇ હતી.

મીઠાપુર ગામે બંધ ઉભેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ધુમાડાના ગોટાઓથી આખુ આકાશ છવાઇ ગયું હતું.

આ આગ લાગતા સમાચાર મળતા મીઠાપુર તાતા કંપનીની ફાયર વિભાગની ટીમ, મીઠાપુર પોલીસ, મીઠાપુર સિકયુરીટી તેમજ ટાઉન અધિકારી શ્રી વિજયભાઇઙ્ગઙ્ગ ત્રિવેદી, ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આશરે ૩૦ મિનીટના સમયગાળામાં ફાયર વિભાગે આ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના બનાવે નાના એવા મીઠાપુર ગામમાં ભારે ચર્ચાઓ વહેતી કરી દીધી છે

(3:35 pm IST)