Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

નર્મદાનું પાણી છોડાયા બાદ વલ્લભીપુરમાં ઘેલો નદી પરનો વર્ષો જૂનો ચેકડેમ તૂટ્યો

ચેકડેમ તૂટતા હાલ ઘેલો નદીમાં ધસમસતા પાણી

ભાવનગરમાં ઘેલો નદી પર બનેલો વર્ષો જૂનો ડેમ તૂટવાની ઘટના બની હતી. વલ્લભીપુરમાં ઘેલો નદી પર બનેલો વર્ષો જૂનો ડેમ તૂટ્યો હતો. ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યા બાદ પાણીનો પ્રવાહ વધતા ચેકડેમ તૂટ્યો હતો.ચેકડેમ તૂટતા હાલ ઘેલો નદીમાં પાણી વહી રહ્યું છે આ ડેમ રાજાશાહી સમયનો છે.

(12:56 am IST)
  • પ્રજાસતાક દિન નિમિતે જમ્મુ-કાશ્મીરમાં આંતર રાષ્ટ્રીય બોર્ડર અને લાઈન ઓફ કંટ્રોલ ઉપર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પાકિસ્તાની દળો સાથે મીઠાઈની આપ-લે કરવામાં આવી નથી access_time 11:22 pm IST

  • બનાસકાંઠામાં ચાલુ ટ્રેલરમાં આગ લાગી : ડ્રાઇવરની સતર્કતાથી ઓલવી દેવાઇ : ટ્રેલર બળીને ખાખ થઇ ગયું જાનહાની ટળી access_time 1:47 pm IST

  • ચૂંટણી જંગ વધુને વધુ તીવ્ર બનતા રાજકીય ગરમી : દિલ્હી : વાયફાઇ ઉપર ભાજપ અને આપ વચ્ચે હાઇફાય જંગ : આઠમી ફેબ્રુઆરીના દિને મતદાન પહેલા હવે સામસામે જોરદાર આક્ષેપબાજીનો દોર : ચૂંટણીને લઇને બધી તૈયારી access_time 3:38 pm IST