Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

દરિયાઇ વિસ્તારમાં ચેકપોસ્ટ રાબેતા મુજબ કરવી જરૂરી

કોડીનાર તા. રપ : રાજયના પોલીસવડાએ ગુજરાતની સરહદો ઉપરની તમામ આંતરરાજય રાજય વચ્ચેની પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો તાત્કાલીક અસરથી નિર્ણય લેતા કોડીનાર-ઉના તાલુકાને અડીને આવેલા કેન્દ્રશાશીત દિવ સરહદે આવેલ એહમદપુર માંડવી, તેમજ તડ ચેકપોસ્ટની પોલીસ ચોકીને રાતોરાત તાળા લાગી જતા દિવથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ગેલમાં આવી ગયા છે. એમાપણ થર્ટીફસ્ટ નજીક આવે છે. ત્યારે પ્યાસીઓ બેફામ બનવવાના એંધાણ દેખાય છ.ે

પોલીસ કર્મચારીઓને સ્થાનીક કામગીરીમાં જોડવા માટે આતરરાજય રાજય વચ્ચેની તમામ ચેકપોસ્ટ ઉપરથી પોલીસ હટાવી લેવાનો નિર્ણય આશ્ચર્યજનક છ.ે ગુજરાતને જોડતી બનાસકાંઠાની અમીરગઢ, રતનપુર અને શામળાજી ચેકપોસ્ટ પણ બંધ કરી દેવાય છ.ે નોંધનીય છે કે, રાજસ્થાન સરહદે પણ ચેકપોસ્ટ બંધ કરાતા બુટલેગરોને દારૂ ઘુસાડવા માટે છુટ્ટો દોર મળી શકે છે. એમા પણ દરિયાઇ સીમા ઉપરની એકપોસ્ટ બંધ કરવાના નિર્ણયથી દરિયો રેઢો પડ થઇ જશે કોડીનારના કોટડા બંદરના સામા કાઠેજ દિવ પ્રદેશ આવેલ છે જવાથી ચેકપોસ્ટ હોવા છતા દરિયાઇ માર્ગે હોડીઓ મારફત દારૂ ઉતરતો હતો. ત્યારે હવે તો આંકડે મધ અને એ પણ માખી વગરનું જેથી સીમા સુરક્ષા પણ જોખમાઇ છે. જેમાં પાકિસ્તાની ઘુસણખોરો અને આંતકવાદીઓને ગુજરાતમાં પ્રવેશ કરવાનું સરળ બનશે પોલીસ કર્મીઓને સ્થાનીક કામગીરીમાં જોડાવા માટે જ મોકળા જેવો ઘાટ ઘડાયો છે ત્યારે તાત્કાલીક દરિયાઇ વિસ્તારમાં ચેકપોસ્ટ રાબેતા મુજબ કરવી જરૂરી બને છ.ે

(11:56 am IST)