Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સુરજકરાડીમાં મહિલા મકાન માલિકને સળગાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ

ખંભાળીયા તા ૨૫  : મિઠાપુરના સુરજકરાડીના ગણેશપરામાં મહિલા મકાન માલિકને તેના જ ઘરમાં કેરોસીન છાંટી સળગાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતાં મહિલા ભાડુઆત સામે મિઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નેંધાવાઇ છે.

વિગત મુજબ સુરજકરાડીના ગણેશપરામાં રહેતા કમીબેન સામતભાઇ વારસાકીયા (ઉ.વ.૪૫) ના ભાડાના મકાનમાં રહેતી જયશ્રીબેન બાવાજી નામની મહિલા પાસે મકાનનું ભાડુ લેવા માટે ગયા હોય ત્યારે ભાડુઆત જયશ્રીબેને ભાડુ આપવાની ના કહેતા, ત્યાથી જતા રહેલ બાદમાં ભોગ બનનાર કમીબેન ઘરમાં વાસણ સાફ કરતા હોય તે સમય દરમ્યાન ભાડુઆત જયશ્રીબેને કેરોસીનનું ડબલું લઇ ઘરમાં ઘુસી કમીબેન ઉપર છાંટી સળગાવી દેતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં બનાવના પગલે ભોગબનનારની ફરીયાદના આધારે જયશ્રીબેન બાવાજી નામની મહીલા વિરૂધ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

(11:49 am IST)