Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

મોરબીના વાડી વિસ્તારમાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે આરોપીની અટકાયત

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોહનભાઈ ગોવાભાઈ કણઝારીયા ( રહે વાવડી રોડ, માંગર ) ની વાડીમાં મકાનની બાજુમાં આવેલી દુકાનમાં દરોડો કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬ કીમત રૂ ૧૮૦૦ મળી આવતા આરોપીને ઝડપી લઈને મુદામાલ જપ્ત કરાયો છે જયારે આરોપી વિમલ મુળજીભાઈ જાદવ (રહે વાવડી રોડ વાળા ) નું નામ ખુલતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:10 am IST)