Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બગદાણા ગામે મકાનમાં આગ ભભૂકતા પોણા ત્રણ લાખ રોકડ સાથેની ઘરવખરી સળગી ગઈ

ભાવનગર, તા. ૨૫ :. જીલ્લાના બગદાણા ગામે રહેણાકી મકાનમાં શોર્ટસર્કિટથી આગ ભભુકી ઉઠતા આગમાં ઘરવખરી અને રોકડ ૨ લાખ ૭૦ મળી કુલ રૂ. ૩.૭૫ લાખની મત્તા સળગી જવા પામી હતી.

યાત્રાધામ બગદાણા ગામે ધરાઈ રોડ હોંશીલા હનુમાન મંદિર નજીક રહેતા ભાકાભાઈ મકવાણાના મકાનમાં શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠતા આગમાં મકાનમાં રહેલી ઘરવખરી અને રોકડા રૂ. ૨ લાખ ૭૦ મળી કુલ રૂ. ૩.૭૫ લાખની મત્તા સળગી ખાખ થઈ ગઈ હતી.

આ બનાવની જાણ થતા જ ગ્રામ્યજનો એકઠા થઈ પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. બનાવની જાણ થતા બગદાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી

(11:57 am IST)