Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પોરબંદર જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખપદે હરભમભાઇ તથા ઉપપ્રમુખ નથુભાઇ બિનહરીફ

સેક્રેટરી પદે રેખાબેન આગઠ જોઇન્ટ સેક્રેટરીપદે હિરાભાઇ સાદિયા તથા ટ્રેઝરરપદે રાકેશભાઇ પ્રજાપતિ

પોરબંદર તા. રપઃ જિલ્લા બાર એસોસીએશનની ચુંટણી સબંધે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સૂચના અને માર્ગદર્શન મુજબ હોદેદારોની વરણી માટે ચુંટણી પ્રથા કરવામાં આવેલી હતી. પરંતુ પોરબંદરમાં વર્ષોથી ચુંટણી યોજાતી ન હોય, અને ઇલેકશનને બદલે સીલેકશનથી જ હોદેદારોની નિમણુંક થતી હોય, અને ગત વર્ષના પ્રમુખ હરભમભાઇ એમ. ચુંડાવદરા દ્વારા આખા વર્ષ દરમ્યાન ખૂબ પ્રસંશનીય કામગીરી કરેલ હોવાના કારણે સતત બીજા વર્ષે તેઓ બીન હરીફ ચુંટાયેલા જયારે ઉપપ્રમુખ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપતાં સીનીયર એડવોકેટ નથગુભાઇ જે. મોઢવાડીયા પણ બીન હરીફ ચુંટાય આવેલા.સેક્રેટરી પદ માટે ચુંટણી થતાં તેમાં રેખાબેન બી. આગઠ વિજેતા જાહેર થયેલા તેમજ જોઇન્ટ સેક્રેટરીના પદ માટે હીરાભાઇ જે. સાદીયા પણ ચુંટાય આવેલા. ટ્રેઝરર તથા જોઇન્ટ ટ્રેઝરરના પદે કોઇ ચુંટણી ન થતાં બીન હરીફ ચુંટાયેલા છે. અને ત્યારબાદ કારોબારીની રચના પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલી, અને તે રીતે પોરબંદર બાર એસોસીએશનમાં વર્ષોથી ભાઇચારાની રીતે અને અંદરો-અંદર સંપ અને એખલાસના વાતાવરણમાં કોઇ ચુંટણી યોજવાને બદલે અને અંદરો-અંદર મનદુઃખ વધારવાને બદલે ગત વર્ષના પ્રમુખ તથા ઉપ પ્રમુખ દ્વારા સારી કામગીરી કરેલી હોવાના કારણે સીનીયર તથા જુનીયર વકીલો દ્વારા સર્વાનુમતે પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર તથા જોઇન્ટ ટ્રેઝરરના હોદા ઉપર કોઇ ફોર્મ ભરેલ નહીં અને બાર કાઉન્સીલની સુચના મુજબ ચુંટણી યોજવામાં આવેલ પરંતુ મુખ્ય હોદા ઉપર કોઇ ચુંટણી યોજવામાં આવેલ નહીં, અને ગુજરાતભરમાં પોરબંદર જિલ્લા બાર એસોસીએશન શ્રેષ્ઠ હોવાનું અને વકીલોની અંદર લાગણીના સબંધો હોવાનું પુરવાર થયેલ છે. અને તમામ વકીલ મિત્રોએ ચુંટાયેલા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ચુંટણીની સફળ કામગીરી સીનીયર એડવોકેટ અને નોટરી હસમુખભાઇ પી. ટેવાણી તેમજ હેમંતભાઇ જી. શીંગરખીયા દ્વારા પ્રસંસનીય કામગીરી કરેલ હતી તેમજ તેમની મદદમાં એન. જી. શીયાણી તથા શૈલેષભાઇ પરમાર દ્વારા પણ ચુંટણી દરમ્યાન વ્યવસ્થા જાળવવામાં સારી કામગીરી કરેલ હતી.

 

(11:53 am IST)