Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ચૂંટણીનો થાક ઉતારવા હાર્દિક પટેલ સફેદ રણમાં

ભુજ તા. રપ :.. રાજયની ચૂંટણીઓ દરમ્યાન અને ત્યારબાદ પરિણામ સમયે સતત ચર્ચામાં રહેલા હાર્દિક પટેલનાં કચ્છ પ્રવાસે ચર્ચા જગાવી છે.

હાર્દિક કચ્છ આવી રહ્યો છે એવા અહેવાલોએ એક તબકકે રાજકીય માહોલ ગરમ બનાવ્યો હતો. પરંતુ વિશ્વસનીય સુત્રોની માહિતી અનુસાર હાર્દિક પટેલ ચૂંટણીનો થાક ઉતારવા  કચ્છ આવ્યો છે. ધોરડોનાં સફેદ રણમાં રોકાઇને હાર્દિક કચ્છના અન્ય સ્થળોની મુલાકાત લેશે.

(11:38 am IST)