Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બગસરા સ્કુલના લોકગીતની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

બગસરાઃ ગુજરાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા પ્રતિવર્ષ યોજાતાં યુવા-ઉત્સવમાં મેઘાણી હાઇસ્કૂલ બગસરાનું લોકગીત રાજયકક્ષાએ  તૃતીય નંબર પ્રાપ્ત કર્યું છે. આગામી સમયમાં રાજસ્થાન ખાતે યોજાનાર નેશનલ યુથ ફેસ્ટીવલમાં કલ્ચરલ એકસચેન્જ પ્રોગ્રામ માટે આ શાળાની વિદ્યાર્થિનીઓ (બોરડ માનસી, લશ્કરી આરતી, કાપડિયા ખુશ્બુ, સંઘાણી ઇશા, ઘાડિયા કિન્નરી, વગેરે)ની પસંદગી થઇ છે.  તેઓ જયપુર ખાતે યોજાનાર યુથ ફેસ્ટીવલમાં ભાગ લેવા જશે. તેઓને શાળાના આચાર્ય શ્રી એચ.આર. શેખવાએ તેમજ સમગ્ર સ્ટાફ અભિનંદન પાઠવ્યા છે.  સાંસ્કૃતિક સમિતિનાં બી.એચ. પરમાર, શિલ્પાબેન નિમાવત, કે. બી. એપા, કમલેશ ભટ્ટ, એમ. જે. ડોડિયા, વિનુભાઇ મકવાણા, અમિત રફાળિયા, એ. જે. ખાચર, મહેશભાઇ પુરોહિત વગેરેની ટીમને પણ આચાર્યશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(9:43 am IST)