Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

પોરબંદર વિધાનસભા બેઠકના ૧૯૪ પોલીંગ સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન

પોરબંદર, તા., ૨૫: વિધાનસભા ચુંટણી પોરબંદર બેઠકના ૧૯૪ પોલીંગ સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

પોરબંદર જીલ્લામાં ચુંટણી કામમાં જોડાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહયા છે. માધવાણી કોલેજ ખાતે પ્રથમ માળે રૃમ નંબર ૧૧ અને ૧ર તથા જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રથમ માળે પોસ્ટલ બેલેટથી મતદાન ચાલુ છે સવારે ૧૦ કલાકથી પોસ્ટલ મતદાનનો પ્રારંભ થયો છે. ૧૯૪ પોલીંગ સ્ટાફ દ્વારા ૮૩ પોરબંદર વિધાનસભા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાયુ તથા ૯૭ પોલીંગ સ્ટાફ દ્વારા ૮૪ કુતિયાણા વિધાનસભા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ પોલીસ હોમગાર્ડ કર્મચારીઓ પરમ દિવસે તા.ર૬ નવેમ્બરના રોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

(2:01 pm IST)