Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ખંભાળિયા નજીક પીકઅપ વાન નું ટાયર ફાટતા કાલાવડના મહિલાનું મૃત્‍યુ

જામ ખંભાળિયા, તા.૨૫: ખંભાળિયા-લાલપુર હાઇ-વે પર અત્રેથી આશરે દસ  કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહેલા જી.જે.૧૩ એ. ડબલ્‍યુ. ૬૧૧૮ નંબરના મહિન્‍દ્રા કંપનીના છોટા હાથી પીકઅપ વાહનનું ટાયર એકાએક ફાટતા આ છોટા હાથી રોડની એક બાજુ પલટી ખાઇ ગયું હતું.

આ અકસ્‍માતમાં આ વાહનમાં જઇ રહેલા કાલાવડ તાલુકાના પ્રભુજી પીપડીયા ગામના રહીલ  શોભનાબેન રમેશભાઇ વાઘેલા નામના ૪૮ વર્ષન મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અશ્વિનભાઇ રમેશભાઇ વાઘેલાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે છોટા હાથી પીકઅપ વાનના ચાલક જયેશભાઇ કારાભાઇ વાઘેલા સામે કાર્યવાહી કરી હતી.

ખંભાળિયાની મહિલાને ત્રાસ

ખંભાળિયાના ગોવિંદ તળાવ વિસ્‍તારમાં હાલ રહેતી અને વીરાભાઇ ખીમાભાઇ ચોપડાની ૩૧ વર્ષની પરિણીત પુત્રી રંજનબેન ભરતભાઇ ઉર્ફે મયુર ગોવિંદભાઇ ખરાઅ ે તેણીના લગ્ન જીવન દરમ્‍યાન સુરત જિલ્લાના નાના વરાછા ખાતે રહેતા પતિ ભરત ઉર્ફે મયુર ગોવિંદભઇ ખરા, સસરા ગોવિંદભાઇ નારણભાઇ ખરા, સાસુ સવિતાબેન તથા નણંદ અસ્‍મિતાબેન દ્વારા વારંવાર શારીરીક તથા માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતા મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે.

દ્વારકા નજીક બાઇક અકસ્‍માત

દ્વારકા નજીકના વરવાળા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે થઇ રહેલા જીજે ૨૫ ડી. ૪૬૫૮ નંબરના મોટરસાયકલ ચાલક સંજય સાજણભાઇ પાંડાવદરા(ઉ.વ.૨૫,રહે.વરવાળા) એ મોટરસાયકલ પરનો કાબે ગુમાવી દેતા સર્જાયેલા અકસ્‍માતમાં તેને નાના-મોટી ઇજાઓ સાથે હોસ્‍પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે સંજયભાઇના માતા અમુબેન સાજણભાઇ પાંડાવદરાએ બાઇક ચાલક સંજય પાંડાવદરા સામે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્‍યો છે.

દ્વારકામાં છરી સાથે બે ઝડપાયા

દ્વારકાના રેલવે સ્‍ટેશન રોડ પરથી સ્‍થાનિક પોલીસે રામસંગભા લાલાભા માણેક (ઉ.વ.૩૮) તથા સુદામાં સેતુ રોડ પરથી ભાવેશભા નથુભા સુમણીયા (ઉે.વ.૨૬)  નામના બે શખ્‍સોને છરી સાથે નીકળતા ઝડપી લઇ, બંને સામે જી.પી. એકટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે. 

(1:59 pm IST)