Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સાવરકુંડલાના વંડાની સીમમાં ર વર્ષની બાળા ઉપર રોટાવેટર ફરી વળતા મોત

(અરવિદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.રપઃ સાવરકુંડલાના વંડાની સીમમાં વણમાં સુવડાવેલી ર વર્ષની બાળકી ઉપર રોટાવેટર ફરી વળ્યું હોવાને કારણે તેણીનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું હૈયુ હચમચાવી ઘટનાની વિગત એવી છે કે, મજુરીકામ કરી રહેલમાં એ દિકરીને કપાસમાં સુવડાવી હતી. અને ઉપર રોટાવેટર ચાલ્યું ગયુ હતું.

ગાંજો જપ્ત

જાફરાબાદ તાલુકાના કેરાળા ગામે ધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ ગાડી ખેતરમાં આશરે ૧રપ મીટરના ઘેરાવામાં કપાસની આડમાં ગાંજાના નાના મોટા છોડ ૪૮ નંગ, ૧૭ કિલો ૧ર૯ ગ્રામ રૃા. ૮પ, ૬૯પ તથા એક મોબાઇલ મળી કુલ રૃા. ૮૬,૧૯પ ના મુદ્દામાલ સાથે એએસઆઇ રાધેશ્યામભાઇ દુધરેજીયાએ નારણ કરશનભાઇ સાંખટને ઝડપી પાડેલ.

માર માર્યો

ધારી તાલુકાના દલખાણીયા ગામે રહેતા ભીમાભાઇ બચુભાઇ ચારોલા (ઉ.વ.૪પ) તથા કૈલાશબેન સવારી સાંજ સુધી ખેતમજુરી કામે જતા હોય તે દરમિયાન દિકરી પાયલ ઘરે એકલી હોય જેથી ભગા પાંચાભાઇ માથાસુરીયાનો દિકરો હનુ દરરોજ ભીમાભાઇના ઘર સામે આવેલા આંબલીના ઝાડ નીચે મોબાઇલમાં જોરશોરથી ગીતો વગાડતો હોય જે અંગે પાયલબેને માતા-પિતાને વાત કરતા ભગા પાંચાભાઇ માથાસુળીયાને તેના દિકરાને આંબલી પાસે બેસવા ન આવવા તથા મોબાઇલ માં જોરશોરથી ગીતો ન વગાડવા પ્રશ્ને ઠપકો દેવા જતા સારૃ નહિ લાગતા ઉશ્કેરાઇ પતિ પત્ની પાઇપ વડે મારમારી ઇજા કર્યાનું ધારી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(1:54 pm IST)