Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ભૂપેન્‍દ્રભાઈ વિસાવદરમાં: ડબલ એન્‍જીન સરકારની વિકાસયાત્રા વર્ણવીઃ ‘વિકાસ' રાજનીતિથી પ્રભાવિત આગેવાનોએ ખેસ પહેર્યો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૫: વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પરના ભાજપના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ રિબડીયાના સમર્થનમા રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભાનુ આજે તા.૨૫ શુક્રવારના રોજ બપોરે ૨ કલાકે વિસાવદર ગૌશાળાના વિશાળ પટાંગણમા ‘ભારતીય જનતા પાર્ટી પરિવાર-૮૭ વિસાવદર વિધાનસભા બેઠકૅ દ્વારા આયોજન કરવામા આવ્‍યુ છે ત્‍યારે મુખ્‍યમંત્રીની મુલાકાત પૂર્વે સમગ્ર શહેરપ્રતાલુકામા ડબલ એન્‍જીનની સરકારના ગુણગાન સાથે ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. ‘વિકાસ'ની રાજનીતિથી પ્રભાવિત આગેવાનોએ ખેસ ધારણ કર્યો હોવાની વ્‍યાપક ચર્ચા છે. મુખ્‍યમંત્રી હેલિકોપ્‍ટરમા સતાધાર રોડ પર આવેલ હેલીપેડ ખાતે ઉતરાણ કરી સીધા જ વિસાવદર ગૌરક્ષણ પાંજરાપોળના વિશાળ પટાંગણ ખાતે પહોંચશે અને જાહેર સભા સંબોધશે. મુખ્‍યમંત્રીની સુરક્ષાને ધ્‍યાને લઈ કડક પોલીસ બંદોબસ્‍ત તૈનાત છે.

દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ મુખ્‍યમંત્રીના વિસાવદર પ્રવાસને ધ્‍યાને લઈ સતત સક્રિય છે. તેઓએ ગઈકાલે ૮૭-વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાના સમર્થનમાં આજે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની યોજાનાર જાહેર સભાના સુચારુ આયોજન અર્થે માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે વિસાવદર શહેર-તાલુકાના ભાજપના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ તથા સાંસદે આગેવાનો -કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યુ હતુ.

(1:52 pm IST)