Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

જામનગરમાં સંતાન ન થતા મહિલાએ ગળેફાંસો ખાઇને મોત મીઠુ કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૫ : જામનગરના અંધ આશ્રમ વિસ્તારમાં દવા બજાર પાછળ બુધવિહારમાં રહેતા હિસાબહેન સતિષભાઇ ગાવડી નામના ૨૧ વર્ષના મરાઠી મહિલાએ પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. મૃતક ઇશાબેનને સંતાનો ન હતા જેને કારણે તેઓએ સારવાર પણ કરાવી હતી અને કોથળીની તકલીફ હોય જેથી સંતાન ન થતા અંતે કંટાળી ગળેફાંસો ખાય મોત મીઠું કર્યુ છે આ અંગે પોલીસે ચોપડે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

ખિસ્સામાંથી મોબાઇલની ચોરી

સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઇ જેંતીલાલ ચંદારાણા નામના ૫૮ વર્ષે લોહાણા નામના આધારે ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૨/૧૧/૨૦૨૨ના રોજ ૧૨ વાગ્યા આસપાસ મયુર મેડીકલ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી વનોલસ કંપનીનો મોબાઇલ કે જેની કિંમત રૃપિયા ૨૮.૯૯ થાય છે જે કોઇ અજાણીઓ ચોર ચોરી ગયાની પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાય છે.

નવાણિયાની સીમમાં દારૃનો જથ્થો ઝડપાયો બુટલેગર ફરાર

જિલ્લાના લાલપુર પંથકમાં આવેલા નવાણીયા ગામની સીમમાં દેવશીભાઇ વેજાણંદભાઇ ચાવડા ગામના વાડીમાં આવેલ રેહનાક મકાનમાં મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરો પાડતા ગેરકાયદેસર પરમિટ વગરની ઇંગ્લિંશ દારૃની પાઉચ નંગ ૪૦૬ કે જેની કિંમત રૃપિયા ૬૬૯૦૦ થાય છે જે મળી આવ્યો હતો. આજે દરમિયાન દેવશી ગજાનંદભાઇ ચાવડા નાસી છુટતા પોલીસે આ મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

ગોકુલનગરમાં જુગાર રમતા ઝડપાયા

ગોકુલનગર વિસ્તારમાં શાયોના વાડી ગલીમાં એકતા પાન પાસે સરાજાહેર જુગાર રમતા જીતેન્દ્રકુમાર કાછી, મુન્નાલાલ દયારામ સિંહ કાશી, પ્રદ્યુમન મહેન્દ્રસિંહ કાશી, રામબાબુ કાશી, સંજયકુમાર રાઠોડ, સત્યેન્દ્ર રાઠોડ, રાજેશભાઇ કાશી અને કૃષ્ણ મોરારી બાબુરામ કાશી નામના આઠે શખ્સો જુગાર રમતા  હતા તે દરમિયાન સ્થિતિ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા આ આઠે શખ્સો ૧૪,૭૩૦ની મતદા સાથે ઝડપાઇ ગયા હતા જે અંગે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

શંકર ટેકરીમાં જુગાર રમતા સાત ઝડપાયા

શંકર ટેકરી સુભાષપરા શેરી નંબર ૨ના છેડે જાહેરમાં આફ્રિદી મહેમુદ દરજાદા, જીતેન્દ્રભાઇ રમેશભાઇ સિહોરા, યુનુસ ઇસ્માઇલભાઇ બલોચ, સુરેશભાઇ મોહનલાલ રાજપાલ, બસીર અબ્બાસ બાબવાણી, નીતાબેન ભીખુભાઇ કિકલાણી અને બીલકીસ ઉર્ફે બાનુબેન મહેબુબભાઇ દરજાદા નામના સાતેય જુગારીઓ જાહેરમાં ગંજીપતા વડે તીનપતીનો જુગાર રમી ૧૫,૫૬૦ના મુદામાલ સાથે સીટી સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હેડકોન્સટેબલ જે કે વજગોર ચલાવી રહયા છે.

દારૃની સાથે નીકળેલા ઝડપાયા

ભાનુશાળી વાળ ખીજડા મંદિર પાસે જાહેર રોડ ઉપર નીકળેલો વિવેક ઠુઠો રાજેશભાઇ મંદિર નામના ૨૯ વર્ષીય યુવાનને સીટી એડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે અટકાવી તપાસ કરતા તેના કબજામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૃની કાચની બોટલ સાથે ઝડપાયો હતો જેથી પોલીસે ચૂંટણી સમયે દારૃ સાથે નીકળેલા શખ્સને અટકાવ્યો હતો અને ૫૦૦ રૃપિયાની વિદેશી દારૃની બોટલ કબજે કરી વિવેકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.

બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા પિતાજીના પુત્રનો ગળે ફાંસો ખાઇ આપઘાત

નવાગામ ગેરવિસ્તારમાં આવેલા બાપુનગર શેરી નંબર ત્રણમાં રહેતા સિધ્ધરાજસિંહ સુરૃપા જાડેજા નામના ૫૦ વર્ષીય આધરે જાહેર કર્યુ છે કે શનિરાજસિંહ ગંભીરસિંહ સોઢા નામના ૨૧ વર્ષીય યુવકના પિતા ગંભીરસિંહ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા ત્યારથી મનમાં ને મનમાં ગુમશુમ રહેતા શનિરાજસિંહ કંટાળી જઇ પોતાની જાતે ઉપરના માળે પોતાના ઘરે રૃમમાં જઇ પંખાના હુકમાં ગળે ફાંસો ખાઇ ગયો હતો જેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો જયા તેને મૃત જાહેર કરતા પોલીસે આ અંગે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

(1:48 pm IST)