Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાણાવાવ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ

પોરબંદરઃ નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા જુનાગઢ રેન્‍જનાઓની સુચનાથી પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી.ડો.રવિ મોહન સૈનીનાઓના માર્ગદર્શન હેઠળ રાજયમાં આગામી સમયમાં આવનાર વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને પોરબંદર જિલ્લામાં આચાર સહિતા સમયમાં હોય, જેથી લોકોને આગામી વિધાનસભા ચૂંટણી દરમ્‍યાન મતદાન અંગે જાગૃતી નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા રાણાવાવ પોલીસ સ્‍ટેશનના પો.સબ ઇન્‍સ.પી.ડી.જાદવ દ્વારા રાણાવાવ પોલીસ સ્‍ટેશન પોલીસ સ્‍ટાફ તથા પેરા મીલીટરી ફોર્સના જવાનોને સાથે રાખી રાણાવાવ પો.સ્‍ટે.વિસ્‍તારના આશાપુરાચોક, બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તાર, ગોપાલપરા વિસ્‍તાર, તથા મહેરસમાજ સ્‍ટેશન પ્‍લોટ રોડ વિસ્‍તાર વિગેરે સંવેદનશીલ વિસ્‍તારોમાં ચૂંટણી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને આગામી વિધાનસભા ચૂંટણી શાંતી પુર્ણ રહે તેવા હેતુથી ફુટ પેટ્રોલીંગ, ફલેગમાર્ચ તથા સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે લોકોને સમજ કરી ચૂંટણી દરમ્‍યાન લોકોને શાંતી જાળવવા અપીલ કરવામાં આવેલ તેમજ આચાર સંહિતાનું ચુસ્‍તપણે પાલન કરવા અપીલ કરવામાં આવેલ છે. તે તસ્‍વીર

(11:39 am IST)