Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગિરનાર ૯, નલીયા ૧૧.૬, જુનાગઢ ૧૩.૯ ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક બાદ આખો દિવસ ગરમી

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીની અસર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે યથાવત છે આજે ગિરનાર પર્વત ઉપર ૯ ડીગ્રી, નલીયામાં ૧૧.૬, જુનાગઢમાં ૧૩.૯, રાજકોટમાં ૧૬.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટમાં ગુરૂવારે એક ડીગ્રી તાપમાન વધ્‍યું હતું. આ સાથે જ લઘુતમ તાપમાનનો પારો ૧૬.૬ ડીગ્રી થયો હતો. બપોરના સમયે મહત્તમ તાપમાન ૩૩.૬ ડીગ્રી નોંધાયું હતું. જેને કારણે દિવસમાં ગરમીનો અનુભવ થયો હતો. જો કે રાત્રે હજુ ઠંડો પવન ફુંકાય છે. બે દિવસમાં ૧૭ થી ૧૮ ડીગ્રી સુધી તાપમાન પહોંચી શકે તેવી સંભાવના છે. દિવસમાં ગરમી અને રાત્રે - વહેલી સવારે ઠંડી હોવાથી બેવડી ઋતુનો અનુભવ થાય છે. સૌરાષ્‍ટ્રમાં સૌની નીચું તાપમાન અમરેલીમાં ૧૪.૭ અને મહુવા - કેશોદમાં ૧૪ ડીગ્રી નોંધાયું હતું. જયારે ઓખામાં ર૧.૮ ડીગ્રી હતું.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : આજે સોરઠમાં ઠંડીમાં વધારો થયો છે.  ગીરનાર પર્વત પર છ ડીગ્રી અને જૂનાગઢમાં ૧૩.૯ ડીગ્રી ઠંડી રહી છે.

શિયાળો ધીમે ધીમે જામી રહયો છે તેમ ક્રમશઃ ઠંડી પણ વધી રહી છે. આજે સવારે ગીરનાર પર્વત પર ઠંડીનો પારો નીચે ઉતરીને ૮.૯ ડીગ્રીએ સ્‍થિર થયો હતો. જેના પરિણામે પર્વતીય વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્‍યુ હતું.

જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૩.૯ ડીગ્રી રહેવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા રહેલ જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૪ કી.મી.ની રહી હતી.

આજે ઠારનાં કારણે વાતાવરણ વધુ ટાઢુબોળ થઇ ગયું હતું. (પ-૧૧)

 કયાં કેટલી ઠંડી

શહેર           લઘુતમ તાપમાન

ગીરનાર               ૯.૦ ડીગ્રી

અમદાવાદ             ૧૪.૮ ડીગ્રી

અમરેલી               ૧૭.૬ ડીગ્રી

બરોડા         ૧૪.૪ ડીગ્રી

ભાવનગર              ૧૬.ર ડીગ્રી

ભુજ            ૧૬.૧ ડીગ્રી

દમણ          ૧૮.૮ ડીગ્રી

ડીસા           ૧૪.ર ડીગ્રી

દીવ           ૧૮.૧ ડીગ્રી

દ્વારકા          ૧૯.૬ ડીગ્રી

ગાંધીનગર             ૧ર.૭ ડીગ્રી

જુનાગઢ               ૧૩.૯ ડીગ્રી

નલિયા         ૧૧.૬ ડીગ્રી

ઓખા          ર૪.૦ ડીગ્રી

પોરબંદર              ૧૬.૦ ડીગ્રી

રાજકોટ                ૧૬.ર ડીગ્રી

સુરત          ૧૮.૪ ડીગ્રી

વેરાવળ             ર૦.૦ ડીગ્રી

(11:54 am IST)