Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ડુમિયાણી ટોલ પ્‍લાઝા પાસે વાહન હડફેટે યુવાનનું મોત

ઉપલેટા તા.૨૫ : ઉપલેટા અહીંયા તાલુકાના ડુમિયાણીગામ પાસે આવેલ પ્‍લાઝા ટોલટેક્‍સ પાસે  તારીખ ૨૧ ના રોજ ડમ્‍પર ચાલકે અજાણ્‍યા ચાલ્‍યા જતા યુવકને હડફેટલેતા ગંભીર ઇજા થયેલ હતી જેમને જૂનાગઢ સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરેલો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.  ડમ્‍પર જી.જે ૧૪ ઝેડ ૫૫ ૫૬ ના ચાલકે ચાલ્‍યા જતા અજાણ્‍યા યુવક આશરે ઉંમર ૩૫ વાળાને હડફેટે લેતા ગંભીર ઈજા થયેલ હતી. પ્‍લાઝા ટોલનાકા ના મેડિકલ સ્‍ટાફ ના જયભાઈ મહેન્‍દ્રભાઈ દેસાઈએ પ્રાથમિક સારવાર આપી હતી. પીએસઆઇ  કે. એચ. ગરચર એ તપાસ હાથ ધરેલ છે.

ભાયાવદરની સગીરાનું અપહરણ

ભાયાવદર ગામે રેહતી ઉંમર વર્ષ ૧૧ વાળીનું અપહરણ કરી ગયા ની ફરિયાદ દાખલ થયેલ છે.

જેમાં માવા જીજવાના ગામે રહેતા સુરેશ નાંઢા નામના યુવક સામે ફરિયાદ દાખલ થયેલ છે. ભાયાદર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ કે.પી. મહેતાએ હાથ ધરેલ છે.

(11:56 am IST)