Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વાંકાનેર બેઠકમાં ‘૧૩' નો આંક

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપ :.. તેરનો આંકડો જરા વિચિત્ર તો છે જ. ભૂતકાળમાં વાજપેયી સરકાર બની તૂટી તેમાં તેરનો આંકડો ભારે ચર્ચામાં રહ્યો હતો.

હાલ ગુજરાતમાં તેરમી વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્‍યારે વાંકાનેર બેઠકમાં કુલ ૧૩ ચૂંટણી ઉમેદવારો જંગ લડી રહ્યા છે. વિતેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ‘કાંટે કી ટક્કર' હતી. ત્‍યારે જીતેલા કોંગ્રેસના ઉમેદવારને પાંખી લીડ અર્થાત તેરસો ઉપરાંતના મતોથી જીત મળેલી. તેમાં પણ તેરનો આંક જોવા મળે છે.

જો કે આ વેળા આ બેઠક માટે સટોડીયાઓની ચર્ચાઓ એવી સાંભળવા મળે છે કે, હાલના ચૂંટણીના પરિણામોમાં જીત મેળવનાર ઉમેદવાર ૧૩ હજાર ઉપરાંતની લીડ મેળવી જીત હાંસીલ કરશે. તેરનો આંક તેમાં પણ જોવા મળે છે.

(11:24 am IST)