Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોટી પાનેલીમાં વધુને વધુ મતદાન કરવા ડો.કે.યુ જાડેજાની અપીલ

મોટી પાનેલીઃ ધોરાજી ઉપલેટા વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણવિદ ડો.મહેન્‍દ્ર પાડલીયાને ટિકિટ આપી છે. મોટી પાનેલી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જિલ્લાના આગેવાનો દ્વારા રીબીન કાપી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવેલ જેમાં હજારોની સંખ્‍યામાં લોકો ઉમટી પડયા હતા. મુસ્‍લિમ સમાજના પ્રમુખ તેમજ મુસ્‍લિમ આગેવાનો એ તેમજ  દલિત સમાજના આગેવાનો એ  પણ પોતાનો ટેકો જાહેર કરી કોંગ્રેસને ગંભીર ફટકો આપ્‍યો છે મહેન્‍દ્ર પાડલીયા સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના કુલપતિ રહ્યા છે તેજ યુનિવર્સીટીના પૂર્વ પ્રોફેસર ડો.કે યુ જાડેજા  કે જેઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સિન્‍ડિકેટ મેમ્‍બર પણ રહી ચુકયા છે અને એક લેખક સાથે શિક્ષક તરીકે સમગ્ર શિક્ષિત પ્રજા પર ઉમદા છાપ અને માન પ્રતિષ્ઠા ધરાવતા હોય સાથેજ રાજપૂત સમાજમાં સારીએવી પારિવારિક પ્રતિષ્ઠા સાથે એક ઉમદા વ્‍યક્‍તિત્‍વની છાપ અને હંમેશા સત્‍યની સાથે રહેલા ડો.કે યુ જાડેજા સ્‍વ.ડે.ક્‍લે.પંકજસિંહ જાડેજાના પિતા છે . ઉપલેટા તાલુકાના આગેવાનો શિક્ષિત સમાજને અપીલ કરતો પત્ર લખી તાલુકામાં થી વધુને વધુ મતદાન કરવા અપીલ કરી છે.(તસ્‍વીર-અહેવાલ : અતુલ ચગ - મોટી પાનેલી)

(11:22 am IST)