Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

જેતપુર જામકંડોરણાના ચૂંટણી ફરજ પરના કર્મચારી દ્વારા પોસ્‍ટલ બેલેટથી મતદાન

રાજકોટ તા. ૨૫ : ૭૪ - જેતપુર વિધાનસભા વિસ્‍તારમાં આવતા જેતપુર અને જામકંડોરણા તાલુકાના કર્મચારી મતદાન દિવસના રોજ વિધાનસભા ચૂંટણી કામગીરી માટે ફરજ પર રોકાયેલા છે, તેવા કર્મચારીઓએ  વિધાનસભા સામાન્‍ય ચૂંટણીમાં મતદાન કરવા માટે પોસ્‍ટલ બેલેટ માંગવામાં આવેલ તેવા કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા પોસ્‍ટલ બેલેટ પેપર આપવામાં આવેલ તેવા કર્મચારીઓમાંથી તા. ૨૩ના રોજ મામલતદાર ઓફીસ પર પોલીસ સ્‍ટાફના ૩૪૦ જેટલા પોલીસ જવાનોએ પોસ્‍ટલ બેલેટ વડે મતદાન કર્યું હતું અને તા. ૨૪ના રોજ સેન્‍ટફ્રાન્‍સીસ સ્‍કુલ ખાતે ઉભું કરવામાં આવેલ પોસ્‍ટલ બેલેટ બુથ પર ૮૮ કર્મચારીઓએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

(10:59 am IST)