Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ભાગ્‍યે જ થતી મ્‍યુકરમાઈક્રોસિસના દર્દી પર ઝાયકોમેટીક ઈમ્‍પ્‍લાંટ સર્જરી કરવામાં આવી

રાજકોટઃ કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન અનેક લોકો મ્‍યુકર માયક્રોસિસથી પણ સંક્રમિત થઈ ગયા હતા. જેમને મ્‍યુકર થયું હોય એમની તુરંત સર્જરી કરી અને નાક તેમજ જડબાના ભાગમાં જયાં ફંગસ ફેલાઈ હોય તેને કાઢી નાખવામાં આવે છે. આ સર્જરીથી દર્દીનો જીવ તો બચી જાય છે પણ ઘણી વખત તેમને દાંત ગુમાવવાનો વારો આવે છે અને મોઢામાંથી દાંત, પેઢા બધું કાઢી લીધું હોવાથી ખાવા પીવામાં પણ સમસ્‍યા થાય છે. આવા કેસમાં દર્દી જે પણ ખોરાક લે છે તે નાકમાંથી નીકળી જાય છે.

દર્દીને ખાવાપીવા અને બોલવામાં પણ સમસ્‍યા રહે છે. જો કે આ સમસ્‍યાનો અંત આવી શકે છે. ઝાયકોમેટીક ઈમ્‍પ્‍લાંટ કરી કાયમી દાંત ફિકસ કરવાથી ઝાયકોમેટીક ઈમ્‍પ્‍લાંટ કરી દર્દીને કાયમી ફિકસ દાંત સાથે જીવન જીવવાની નવો આત્‍મવિશ્વાસ અને નવું જીવન રાજકોટના ડોકટરે કરી બતાવ્‍યું છે. રાજકોટ ખાતે તાજેતરમાં જ મ્‍યુકરનાં દર્દીના ઝાયકોમેટીક ઈમ્‍પ્‍લાંટ દ્વારા દાંત ફિકસ કરવાની સફળ સર્જરી ‘સ્‍માઈલ પ્‍લસ' ડેન્‍ટલ હોસ્‍પિટલ (પેડક રોડ, રાજકોટ) ખાતે ડો.વીરેન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેનાથી ફકત ૩ જ દિવસમાં દર્દીને કાયમી ફિકસ દાંત અને ખાવાપીવાથી લઈ બોલવામાં પડતી સમસ્‍યાથી મુકિત મળી છે.

મ્‍યુકરના દર્દીમાં દાંત ફિકસ કરવા માટેની જગ્‍યા જ હોતી નથી. તેવામાં આ સર્જરી કરવી જટિલ હોય છે. પરંતુ ડો.વિરેન પટેલ (મો.૭૮૭૮૭ ૭૦૦૭૭) દ્વારા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ભાગ્‍યે જ થતી આ પ્રકારની સર્જરી સફળ રીતે કરવામાં આવી છે. ડો.વિરેન પટેલ દ્વારા જૂનાગઢ ખાતે એક કેમ્‍પ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે આ દર્દી તેમના સંપર્કમાં આવ્‍યા અને પોતાની તકલીફ જણાવી. ત્‍યારબાદ વીરભાઈ નામના આ દર્દી રાજકોટ સારવાર અર્થે હોસ્‍પિટલ ઉપર આવેલ.

દર્દીની હાલત જોઈ ડો.વિરેન પટેલે આ જટિલ સર્જરી કરવાનું બીડું ઝડપ્‍યું અને દર્દીને સમગ્ર પ્રક્રિયા વિશે જણાવ્‍યું. દર્દી પણ દાંત વિના ઘણી તકલીફ ભોગવી રહ્યા હતા. તેથી તેમણે સર્જરી કરાવવાનું નકકી કર્યું. ત્‍યારબાદ ૩ દિવસમાં રાહત મળી હોવાનું સ્‍માઈલ પ્‍લસ ડેન્‍ટલ હોસ્‍પિટલની યાદીમાં જણાવ્‍યું છે.

ડો.વીરેન પટેલ સૌરાષ્‍ટ્રમાં આ પ્રકારની સર્જરી કરનાર પ્રથમ ડોકટર છે અને મ્‍યુકર માઈક્રોસિસથી મોઢામાં થયેલ સર્જરીના દર્દીઓને નવા જીવનની આશાનું એક કિરણ છે.

 

(10:09 am IST)