Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ધોરાજી આંબાવાડી વિસ્તારની એક મહિલાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા

નાશી ગયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ધોરાજી પોલીસ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કર્યો

ધોરાજી:-ધોરાજી આંબાવાડી વિસ્તારની એક સગીરા ને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી નાશી ગયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ધોરાજી પોલીસ આરોપીને ધોરાજી કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો
  ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે
ગઈ તા.૨૨/૧૧/૨૦૨૨ ના રોજ રાત્રીના બનાવ આઠેક વાગ્યા આસપાસ
ધોરાજીના આંબાવાડી વિસ્તારમાં ખુનનો બનાવ બનેલ આ કામના ફરીયાદી રેહાનાબેન વા/ઓ રજાકભાઇ ઉર્ફે ગફારભાઇ ઓસમાણભાઇ શકરયાણી, જાતે-સંધી,ઉ.વ.-૪૦, ધંધો-ઘરકામ તથા મજુરીકામ, રહે ધોરાજી વાળીની દીકરી યાસ્મીન રજાકભાઇ ઉર્ફે ગફારભાઇ શકરયાણી, જાતે-સંધી રહે.ધોરાજી વાળીને આ કામના આરોપી તેમના સાવકા ભાઈ ફીરોજ સ/ઓ કાદરભાઇ હોથી જાતે.સંધી ઉવ.૨૧ રહે.ધોરાજી આંબાવાડી વાળાએ મરણજનારને ફૈઝાન નામના છોકરા સાથે પ્રેમ ભરી વાતો કરતા જોઈ જતા તેમની સાથે બોલાચાલી કરી પોતાના નેફામાંથી છરી કાઢી મરણજનારને પેટમાં આડેધડ છરીના ઘા મારી ગંભીર જીવ લેણ ઈજાઓ કરી ફરીયાદીની દીકરીનુ મોત નીપજાવી જઈ ગુનો કરેલ જે અનુસંધાને ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૨૦૮૦૧ IPC ક.૩૦ર વિગેરે મુજબનો ગુનો રજી. થયેલ હોયઉપરોક્ત બનાવ બનેલની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જના નાયબ પોલીસમહાનિરીક્ષક અશોકકુમાર યાદવ નીસુચના તથા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા , જેતપુર વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવમા સંડોવાયેલ આરોપીને તાત્કલીક પકડી પાડવા સખત સુચના કરવામાં આવેલ જે અંગે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. એ.બી.ગોહીલ નાઓએ તાત્કાલીક ધોરાજી પોલીસ ટીમનાં સર્વેલન્સ ટીમનાં પો.સબ ઈન્સ.આર.કે.ગોહીલ તથા પો.સબ ઈન્સ. આર.એ.જાડેજા તથા એ.એસ.આઇ. એમ.આર.રાડા તથાએ.એસ.આઇ. એચ.બી.ગરેજા તથા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ.અશ્વીનભાઇ માલકીયા તથા પો.હેડ કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. રવિરાજસિંહ વાળા તથા પો.કોન્સ.સુરપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. ઈશીતભાઈ માણાવદરીયા તથા પો.કોન્સ. શક્તીસિંહ જાડેજા તથાવુ.પો. કોન્સ. સલમાબેમ થૈયમ એમ ધોરાજી પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલીક આરોપી પકડી પાડવા સુચના આપેલ અને આરોપી ધોરાજી ખાતેથી મળી આવતા ફીરોજ સ/ઓ કાદરભાઇ હોથી જાતે.સંધી ઉવ.૨૧ રહે.ધોરાજી આંબાવાડી, વાળાને ધોરાજી કોર્ટમાં રિમાન્ડ માગણી સાથે રજૂ કરતા ધોરાજી કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો હતો

(8:08 pm IST)