Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કામદારોને મતદાન માટે સવેતન રજા મળશે

કર્મચારીઓએ મતદાન કરવાના શપથ લીધા

જુનાગઢ તા. ર૪ : વિધાનસભાની સામાન્ય ચુંટણી-ર૦રરમાં દરેક નાગરિક પોતાનો મત આપીને લોકશાહીના અવસરને ખરા અર્થમાં સાર્થક બનાવે તે હેતુસર જુનાગઢ જિલ્લા ચુંટણી અધિકારી અનેજિલ્લા કલેકટરશ્રી રચિત રાજના વડપણ હેઠળ કાર્યરત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જુનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં  આવી રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કામદારોએ લોકશાહીના મહાપર્વમાં અચૂક ભાગ લેવા તેમજ મતદાનના દિવસે પોતાનો મત આપવામાં જણાવ્યું હતું

જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખાતે કામદારોને ચુંટણીમાં મતાધિકારના ઉપયોગ માટે જાગૃત કર્યા અને મતદાન કરવા માટેના શપથ લેવડાવ્યા તથા ચૂંટણીના દિવસે મતદાન માટે દૂધ સંઘ તરફથી તેઓને સવેતન રજા મળે તે સુનિશ્ચિત કર્યા હતા.

(11:42 am IST)