Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જૂનાગઢનાં પ્લાસવા ગામે દેરાણી-જેઠાણી ઉપર કાકાજી સસરાનાં પરિવારનો હુમલો

ચાર શખ્સો સામે પોલીસ ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૪: જૂનાગઢનાં પ્લાસવા ગામે દેરાણી-જેઠાણી ઉપર કાકાજી સસરા સહિત તેના પરિવારના ચાર શખ્સો હુમલો કરી બંનેને ઇજા પહોંચાડી હતી.

જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામના કોળી સેજલબેન દિનેશભાઇ પાલેપરાની સામે રહેતા તેના કાકાજી સસરા હરિભાઇ ભીમાની દિકરી તેના ફળીયામાં પાણી છાંટતી હતી. જે પાણી સેજલબેનના ઘરની બાજુમાં પડેલ લાકડામાં ઉડતુ હતુ.

આથી મહિલાઓ આરતીને લાકડા પલળી જવાથી ચુલામાં સળગતા નહી તેમ કહેતા આરતી અપશબ્દો બોલવા લાગી હતી.

આ દરમ્યાન કાકાજી સસરા હરિભાઇ, કાકાજી સાસુ ભાવનાબેન તથા તેના પુત્ર ડેનીસ અને આરતીએ ઉશ્કેરાઇ જઇને સેજલબેન ઉપર હુમલો કર્યો હતો.

તેમજ હરિભાઇએ મહિલાને લોખંડના પાઇપ ઝીંકી દઇ માથાનાં ભાગે ઇજા પહોંચાડી હતી.

આ દરમ્યાન સેજલબેનને બચાવવા તેમના દેરાણી નિલમબેન વચ્ચે પડતા તેને પણ પાઇપ મારી દીધો હતો.

આ હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ દેરાણી-જેઠાણીને સારવાર માટે ખસેડવામાં આવેલ.

જૂનાગઢ તાલુકા પોલીસે ફરીયાદ લઇ ચારેય હુમલાખોરોને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:30 am IST)