Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રૂરલ સાયબર ક્રાઇમે ઓનલાઇન ઠગાઇનો ભોગ બનેલને રૂપિયા પરત કરાયા

ગોંડલના શ્રી માતાપ્રસાદે ઓટીપી આપતા બેંકમાં પ૬,૦૦૦ ઉપડી ગયા'તા

રાજકોટ, તા. ર૩ :  ગોંડલમાં ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનેલ વ્યકિતને રૂરલ સાયબર ક્રાઇમે રૂપિયા પરત કરાવ્યા હતા.

ગત તા. ૭-પ ના રોજ ભોગ બનનાર અરજદાર શ્રી માતા પ્રસાદ પ્રજાપતિ રહે. ગોંડલ નાઓએ અત્રે સાયબર ક્રાઇમ સેલને જણાવેલ હોય કે તા. ૧ર-૧૧-ર૦ર૧ ના સવારના બેંકમાંથી કર્મચારી બોલુ છું અને તમારા એકાઉન્ટમાંથી રૂ. ૧૪૭/- કાપાયેલ છે અને તેને રીફંડ કરવા માટે આવેલ ઓ.ટી.પી. આપવા જણાવેલ, જે આપતા અરજદારના ખાતામાંથી ફરી રૂ. ૪૯,૦૦૦/- તથા ૭૦૦૦/- મળીને કુલ રૂ. પ૬૦૦૦/- ની છેતરપીંડી થયેલા બાબતેની જાણ કરતા રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ સાયબર ક્રાઇમ સેલના પી.એસ.આઇ. સી.બી. વાંક તથા પો. કો. મનવીરભાઇ મિંયાણાએ ત્વરીત કાર્યવાહી કરી સદરહુ સંપૂર્ણ રકમ પ૬,૦૦૦ અરજદારના ખાતામાં પરત કરાવી આપેલ હતી.

(3:30 pm IST)