Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભિલાડમાં પ્રવાસીઓને આંતરી સંખ્યાબંધ લુંટોને અંજામ આપી ૧૬ વર્ષથી ફરાર મધ્યપ્રદેશની ગેંગના મુખ્ય સુત્રધાર બન્ને સગા ભાઇઓ સબુર ભુરીયા અને ફકરૂ ભુરીયાને ગાંધીધામના મીઠી રોહર ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

જામનગર,તા.૨૫ : જીલ્લા પોલીસ અધિક્ષક  દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.   એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ.  એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, લખધીરસિંહ જાડેજા તથા ભરતભાઇ ડાંગરને બાતમી મળેલ કે વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ પો.સ્ટે. ફર્સ્ટ ગુના નં. ૩/ર૦૦૫ ઇ.પી.કો.કલમ- ૩૯૪-૩૯૫ વિ. તથા ફર્સ્ટ ગુના નં. ૧૫/૨૦૦૫ ઇ.પી.કો.કલમ- ૩૯૪-૩૯૫ વિ. તથા ફર્સ્ટ ગુના નં. ૨૩/૨૦૦૬ ઇ.પી.કો.કલમ- ૩૯૪-૩૯૫ વિ.મુજબ લુંટ તથા ધાડના ગુનામા છેલ્લા ૧૬ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીઓ સબુર બદીયા ભુરીયા તેમજ તેનો ભાઇ ફકરૂ બદીયા ભુરીયા રહે બન્ને-કાસલાગામ જાંબુઆ એમ.પી.વાળા હાલ કચ્છના ગાંધીધામ બાજુમા આવેલ મીઠી રોહર ગામે રહેતા હોવાની બાતમી હકીકત આધારે ગાંધીધામ પાસે આવેલ મીઠી રોહર ગામ ખાતેથી સદરહુ હકિકત વાળા બન્ને ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામનગર સીટી એ ડીવી.પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

 આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ એમ.જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ.મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી. ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:37 pm IST)