Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ટંકારા પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી લીધી

તસ્વીરમાં પકડાયેલ બાઇક ચોર ગેંગના સાગ્રીતો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)(૨૧.૧૮)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબી જીલ્લામાં અલગ અલગ મોટર સાઈકલ ચોરીના બનાવ મામલે પોલીસની ટીમો મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હોય ત્યારે મધ્યપ્રદેશ જિલ્લાના વતની બાઇક ચોર ગેંગને ટંકારા પોલીસે ઝડપી લીધી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ બી પી સોનારાની રાહદારી હેઠળ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન એક મોટર ચાલકને બંગાવડી ગામના પાટીયા પાસે શંકાસ્પદ હાલતમા મળી આવતા જરૂરી દસ્તાવેજો માંગતા તેની પાસે નહિ હોવાનુ જણાવતા ગુજકોપ પોકેટકોપ મારફતે ખરાઈ કરાવતા આ મોટરસાયકલ ટંકારા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૮૯૦૦૬૨૧૦૯૫૫/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીના મુદ્દામાલ તરીકેનુ હોવાનું ખુલતા કોયલી ગામે ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલાને ઝડપી પાડી તેના રીમાંડ મેળવી પુછપરછ કરતા અન્ય આરોપીઓ સાથે મળી બીજા ચાર મોટરસાયકલ ચોરી કરી મેઘપર (ઝાલા) ગામે વોકળા પાસે બાવળની ઝાડીમા સંતાડેલ હોવાનું કબુલાત આપતા કુલ પાંચ મોટર સાયકલ કબ્જે લેવાયા છે.

ટંકારા પોલીસે કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા, સોનુ શ્યામલા મૈડા રહે ભોળાગામ તા. ધોરાજી જી.રાજકોટ મુળ પૂનીયાવાડ તા કઠીવારા જી અલીરાજપુર (એમ.પી), રૂમાલ ભુરસિંહ પરમાર રહે.ખેંગરકા તા.પડધરી જી. રાજકોટ મુળ પનાલા તા કઠીવારા જી અલીરાજપુર (એમ.પી), થાનેશ મૈથુભાઈ મૈડા રહે મેઘપર (ઝા) તા. ટંકારા જી. મોરબી મુળ આમખુટ તડવીફળીયુ તા કઠીવારા જી અલીરાજપુર (એમ.પી) વાળાને ઝડપી લીધા હતા તો રાજુ નંગરસિંહ વાલ્કેલા, રહે આગેવણી તા. આંબવા જી અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસની આ કામગીરીમાં પ્રો.પી આઇ એન.એ.વસાવા, પીએસઆઇ બી.ડી.પરમાર, એમ.કે.બ્લોચ, વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.

(12:28 pm IST)