Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પોલીસ ભરતી માટે ધોરાજી, ઉંપલેટા, જેતપુરમાં માર્ગદર્શન શિબિર

ધોરાજી, તા.૨૫ : તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પી.એસ.આઇ તેમજ લોક રક્ષક ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરતીમાં સામેલ થવા ઇચ્છુક યુવાનોને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા ખાસ માર્ગદર્શન અને શારીરિક કસોટી પાસ કરવા માટે જરૂરી શિબિરો શરૂ કરવામાં આવી છે. જેતપુર ડિવિઝનના ડીવાયએસપી સાગર બાગમાર એ જણાવેલ કે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ના માર્ગદર્શન હેઠળ વધુ સંખ્યામાં યુવાનો પોલીસ ભરતી માં જોડાઈ અને તેઓને શારીરિક કસોટી માટે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુસર રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે પોલીસ ગ્રાઉંન્ડ ધોરાજી શહેર માટે ભગવતસિંહજી હાઈસ્કુલ ઉંપલેટા વિસ્તાર માટે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વાળા મેદાન ખાતે ભરતી ઇચ્છુક યુવાનોને શારીરિક કસોટી પાસ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ શિબિર શરૂ થતાં જ ડિવીઝન હેઠળના પોલીસ સ્ટેશનમાં આશરે સો જેટલા યુવાનો પ્રથમ દિવસથી જ માર્ગદર્શન મેળવવા અને શારીરિક કસોટી ની પ્રેક્ટિસ માટે આવી પહોંચ્યા હતા ર્સ્ત્જ્ઞ્ં ની તાલીમ આપવા માટે ધોરાજીમાં પોલીસ વિભાગના રવજીભાઈ અને સંજયભાઈ ઉંપલેટા માટે તાલીમ અર્થે પોલીસ વિભાગના મહેશભાઈ અને દેવરાજભાઈ અને જેતપુર માટે અંકેશ ભાઈ દ્વારા તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ માર્ગદર્શન શિબિરમાં વધુ યુવાનો જોડાય તેવો ડીવાયએસપી સાગર બાગમાર એ યુવાનોને અપીલ કરી છે.

 

(11:34 am IST)