Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભાવનગરમાં વેવિશાળની ના પાડતા હિતેશ ચુડાસમાની હત્યા

૧૮ વર્ષ પૂર્ણ ન થયા હોય સંબંધી સાથે વેવિશાળની ના પાડતા નરેશ મારૂ તથા ૨ અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૫ : ભાવનગરના ત્રણ શખ્સોએ હિતેશ ચુડાસમા નામના યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે.

બનાવની મળતી વિગતો મુજબ શહેરના ચિત્રા વિસ્તારમાં એસ.ટી. વર્કશોપની સાથેના ભાગે મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા રૂપાલીબેન હિતેષભાઇ ચુડાસમાએ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નરેન ઉર્ફે નરેશ બાવલભાઇ મારૂ (રે. નારી ચોકડી ભાવનગર) અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે નરેન ઉર્ફે નરેશ તેણીની સંબંધી સાથે વેવિશાળ કરવા માંગતો હતો પરંતુ ૧૮ વર્ષ પૂર્ણ ન હોવાના કારણે તેને વેવિશાળ કરવાની ના પાડતા ઝઘડો થયો હતો અને તેણીના પતિને છરી નો ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી.

(11:00 am IST)