Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ધોરાજીમાં લગ્ન જાહેર પ્રસંગોમાં મામલતદારના પરિપત્રનો ૨૪ કલાકમાં જ ધજાગરો: નગરપાલિકા કચેરીમાં લગ્ન સમારંભ ધારકોએ ફોર્મ ભરવાના આદેશ બાદ ફરી નગરપાલિકા પાસેથી સત્તા આંચકી લેતાં મામલતદાર

હવે મામલતદાર કચેરી ખાતે જેમને ત્યાં લગ્ન પ્રસંગ હોય એમને દસ પાનાનો ફોર્મ ભરવું ફરજિયાત થતા લોકોમાં રોષ: તાત્કાલિક ફોર્મ ભરવાની ફિલમ બંધ કરે તેવી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) ની રજૂઆત: મામલતદાર કચેરી ખાતે દીકરીના વાલીઓએ કંકોત્રી અને ફોર્મ લઇને દેખાવ કર્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ધોરાજીમાં મામલતદાર એ  24 કલાક પહેલાં જ નગરપાલિકાને સત્તા આપતો પરિપત્ર જાહેર કરેલ કે લગ્ન પ્રસંગે અન્ય સમારોહની આ બાબતમાં ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરવાનું રહેશે અને પચાસની સંખ્યામાં માણસો ભેગા કરી શકાશે તેનાથી વધુ કરી શકાશે નહીં અને દીકરીના લગ્ન હશે તો સો માણસો ભેગા કરી શકાશે તે બાબતનો પરિપત્ર જાહેર કર્યો હતો અને તે અંગેનો ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરવાનું હતું આ બાબતે લગ્ન સમારંભ ના દીકરીના વાલીઓએ તાત્કાલિક અસરથી ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરેલા અને અચાનક જ આજરોજ  સવારે 11:00 કલાકે મામલતદારે ફરી નગરપાલિકા પાસેથી સત્તા આંચકી લઈ અને હવેથી જેમણે લગ્ન પ્રસંગે અન્ય પ્રસંગ હોય તો મામલતદાર કચેરી ખાતે ૧૦ પાનાંનું ફોર્મ ભરવાનું રહેશે જે બાબતે જાહેરાત કરતાં જ લોકોમાં હોબાળો મચી ગયો હતો 

પ્રાપ્ત માહિતી મુજબ મામલતદાર દ્વારા હજુ ૨૪ કલાક પહેલાં જાહેરનામું પ્રસિદ્ધ કરેલ કે ધોરાજી શહેરમાં લગ્ન પ્રસંગ તથા અન્ય પ્રસંગો બાબતે ધોરાજી નગરપાલિકા ને સત્તા સોપવામાં આવી છે અને પચાસ માણસો ની મર્યાદામાં તેમજ દિકરીના લગ્ન હોય તો વધુમાં વધુ સો માણસો ની મર્યાદામાં લગ્ન સમારંભ યોજવો જે બાબતે ધોરાજી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને તપાસ કરવાની તેમજ ફોર્મ વિગેરે ભરવાની સત્તા આપવામાં આવી હતી જેથી આજરોજ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે અનેક પરિવારોએ નગરપાલિકા કચેરીમાં ફોર્મ ભરેલા અને થોડા જ સમયમાં ધોરાજી મામલતદારે તાત્કાલિક અસરથી નગરપાલિકા પાસેથી સત્તા આંચકી લેતા  અને  હવે ધોરાજી મામલતદાર કચેરી ખાતે દસ પાનાનો ફોર્મ ભરવા નો આદેશ કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો

આ સમયે દિકરીના વાલી  ધીરુભાઈ વઘાસિયા    એ જણાવેલ કે અમારે દીકરીના લગ્ન સમારંભ તૈયારી કરવી કે મામલતદારના દસ પાના નું ફોર્મ ભરવું જે અંગે અહીં આવેલા લોકોમાં વ્યાપેલો રોષ જોવા મળી રહ્યો છે

મામલતદાર કચેરી ખાતે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી ખેડૂત નેતા ધીરુભાઈ કોયાણી દિકરીના વાલી દિલીપભાઈ અગ્રાવત વિગેરે દીકરીના વાલીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા અને નાયબ મામલતદારને કીધું કે દસ પાના નું ફોર્મ કેવી રીતે ભરવુ લગ્ન પ્રસંગમાં કોણ આવશે એ અમને થોડી ખબર હોય તેમના આધારકાર્ડ નંબર અને એમના નામ અમે કેવી રીતે આપી તો શું અમારે લગ્ન કરવા નહીં અચાનક આવો પરિપત્ર જાહેર કરવાનો મતલબ શું તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) ના પ્રમુખ લલીતભાઇ વોરા એ ઉગ્ર રજૂઆત કરી હતી

દીકરીના વાલીઓએ રોસ પ્રગટ કરતા જણાવેલ કે અમે તો લગ્ન કરીશું જ મામલતદાર અને પોલીસ લગ્ન અટકાવી જોવે.... ? જે બાબતે પણ દીકરીના અને દીકરાના વાલીઓએ જાહેરમાં રોષ પ્રગટ કર્યો હતો

લલીતભાઈ વોરા એ જણાવેલ કે જિલ્લા કલેક્ટરે પણ આ બાબતે 15 દિવસ પહેલા જાહેરાત કરવી જોઈએ લગ્નના દિવસે જ આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડીને સમગ્ર રાજકોટ જિલ્લામાં તમામ દીકરીના વાલીઓ પરેશાન થઈ ગયા છે

આ બાબતે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને મામલતદાર તાત્કાલિક અસરથી દશામા નો પરિપત્ર પાછો ખેંચી લેવું જોઇએ અને નગરપાલિકામાં જે પ્રકારનો ફોર્મ માત્ર બે પાનાનો સપનું હતું તે પ્રકારનું મોજ કરો જોઈએ આટલી બધી માથાકૂટ માં ન ઉતરવું જોઈએ અત્યારે દીકરીના લગ્ન પ્રસંગ હોય અને વાલીઓ પાસે ટાઈમ પણ નથી હોતો ત્યારે આદર્શ બનવા નું ફોર્મ કઈ રીતે ભરે તે પ્રકારનો રોષ જોવા મળ્યો હતો

નાયબ મામલતદાર શું કહે છે.....?

ધોરાજીના નાયબ મામલતદાર ડી.ડી નંદાણીયા ને દીકરીના વાલીઓની રજુઆત સાંભળી ને  જણાવેલ કે ધોરાજી મામલતદારે જે પરિપત્ર બહાર પાડયો હતો તે જિલ્લા કલેકટરની સૂચનાથી બહાર પાડ્યો હતો બાદ થોડી વારમાં જ પ્રાંત કચેરી ખાતેથી ફરી નવો આદેશ આપ્યો કે નગરપાલિકા પાસે આ પ્રકારની સતાં નથી જેથી કરીને ના ફોર્મ ભરવાના હતા એ પ્રકારે ફરી જુના ફોર્મ ભરવાના આદેશ આવ્યો છે જેથી નગરપાલીકાના ફોર્મ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે પરંતુ બે દિવસની અંદર કોઈના લગ્ન હોય તો લગ્ન અટકશે નહીં માત્ર ફોર્મ ભરી દે આધારકાર્ડ નંબર ન હોય તો પણ ચાલશે દીકરી ના નામ સરનામાં વેવાઈ ના નામ સરનામાં ભરીએ તોપણ ચાલશે કોઈએ ગભરાવાની જરૂર નથી અમે ક્યાંય ચેકિંગ કરવા આવસુ નહીં તે પ્રકારનો જવાબ આપ્યો હતો

(2:08 pm IST)