Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ધ્રોલમાં વકિલાતનો વ્યવસાય ૮ મહિનાથી ચાલતો ન હોવાથી પ્રકાશ ખીમસુરીયાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: ધ્રોલ તાલુકાના ત્રીકમવાસમાં રહેતા મુળજીભાઈ લાલજીભાઈ ખીમસુરીયા, ઉ.વ.૩૩ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર પ્રકાશભાઈ લાલજીભાઈ ખીમસુરીયા, ઉ.વ.૩ર, રે. ત્રીકમવાસ, ધ્રોલ, જિ.જામનગરવાળા વકીલાતનો ધંધો કરતા હોય અન છેલ્લા આઠેક માસથી ધંધો સારો ચાલતો ન હોય તેમજ રૂપિયાની આવક ન હોય જેથી ગુમસુમ તથા સતત ચિંતામાં રહેતા હોય જેથી તેમના હાથે પંખામાં ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧૧–ર૦ર૦ના માંડાસણ ગામના પાણીના ટાંકા પાસે આરોપી મેહુલસિંહ ઉર્ફે મુનાભાઈ સરુભા જાડેજા, રે. ફગાસ ગામવાળો ઈંગ્લીશ પીવાનો દારૂ બોટલ નંગ–ર૦,  કિંમત રૂ.૧૦,૦૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અર્જુનસિંહ સુજાનસિંહ વાળા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામવાડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧૧–ર૦ર૦ના જામવાડી ગામે એસ.બી.આઈ. બેંક સામેની શેરીમાં જાહેર રોડ પર આ કામના આરોપીઓ હરીલાલભાઈ પ્રેમજીભાઈ ખાંટ, ચેતનભાઈ ભગવાનજીભાઈ સીતાપરા, પ્રફુલભાઈ પરસોતમભાઈ ખાંટ, રે. જામવાડી ગામ વાળા તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૭૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું મોત

જામનગર : અહીં સાધના કોલોની એલ–૩૧, રૂમ નં.૩ર૭પમાંરહેતા પ્રભુલાલ ગોરધનભાઈ નકુમ, ઉ.વ.૩૯ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર ગોરધનભાઈ નરશીભાઈ નકુમ, ઉ.વ.૬ર, રે. સાધના કોલોની એલ–૩૧, રૂમ નં. ૩ર૭પ, જામનગરવાળા મોરકંડા ગામ તેમની વાળીએ કામ કરતા હોય અને તેમને અચાનક છાતીમાં દુઃખાઓ ઉપડતા તેમના દિકરા પ્રભુલાલભાઈને ફોન કરી બોલાવેલ અને તેઓ તેમને તેમના ઘરે સાધના કોલોની લાવેલ જે આ કામે મરણજનાર ગોરધનભાઈ ની વધુ તબીયત ખરાબ થતા સારવાર દરમિયાન મરણ થયેલ છે.

(12:59 pm IST)