Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર કોરોના પોઝીટીવ

દ્વારકા જિલ્લા પંચાયતમાં કોરોના વધુ વકર્યો : હોમ આઇસોલેટ થયાઃ સાથી અધિકારી, કર્મીઓમાં ફફડાટ

ખંભાળીયા તા. રપ :.. ખંભાળીયા સ્થિત દ્વારકા જિલ્લા પંચાયતમાં કોરોનાએ પગલા પાડતાં ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી બાદ સિંચાઇ વિભાગનાં કાર્યપાલક ઇજનેર પણ પોઝીટીવ આવતાં કચેરીમાં ફફડાટ ફેલાયો છે. દિવાળી તહેવાર બાદ સમગ્ર રાજયમાં કોરોનાની બીજી લહેર રૂપે પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે દ્વારકા જિલ્લામાં એકંદરે કોરોના કેસની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. નવા વર્ષની સાથે કોરોનાએ સરકારી કચેરીઓમાં પણ પગલા પાડતાં ગઇકાલે ડીડીઓ જાડેજા કોરોનાનો કોરોનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેઓ હોમસોલેટ થયા હતાં અને તેમની સાથેના અધિકારીઓ, કર્મચારીઓએ પણ રીપોર્ટ કરાવ્યા હતાં. તેમજ ઓફીસ પણ સેનેટાઇઝર કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. તો ગત સાંજે જિલ્લા પંચાયત કચેરીનાં સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર સુધીર મકવાણા કોરોના પોઝીટીવ આવતાં જિલ્લા પંચાયત કચેરીમાં વધુ ફફડાટ ફેલાયો છે.

તેઓ હોમ આઇસોલેટ થયા છે તેમની સાથેના સહ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કોરોના રીપોર્ટ કરાવ્યા છે. ત્યારે અગાઉ પણ જિલ્લાની મહત્વની પોલીસની શાખામાં પણ કોરોનાની ઝપટે ચડી જતાં અનેક અધિકારી, કર્મીઓના કેસ પોઝીટીવ આવ્યા હતાં. જયારે ફરી એકવાર દ્વારકા જિલ્લામાં કોરોનાએ સરકારી કચેરીના રાઉન્ડ લેતા દોડધામ મચી જવા પામી છે.

(12:55 pm IST)