Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

માળિયામીંયાણા પાસે બાઇકને અકસ્માત ડબરસ્વારી બંને યુવાનોના મોત

અજાણ્યો વાહન નાસી ગયો : બંને મૃતકો જામનગરના

મોરબી તા. ૨૫ : મોરબીની માળિયા ફાટક નજીક સવારના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડબલ સવારી બાઈકને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું બે યુવાનોના મૃત્યુ નીપજય હતા.

મળતી માહિતી મુજબ મોરબીની માળિયા ફાટક નજીક અવારનવાર અકસ્માત સર્જાયા છે ત્યારે આજે સવારના સુમારે માળિયા ફાટક પર આવેલ ઓવરબ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર બે યુવાનોના મૃત્યુ થયા હતા તો અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો.ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસ દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પી એમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તો બંને યુવાનોના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનો ફેલાયો હતો.મૃતક રુતિક પરેશભાઈ બજાણીયા (ઉ.૨૦) અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.૧૯) રહે જામનગર હાપા રેલ્વે કોલોની વાળા હોવાની માહિતી સુત્રો માંથી મળી હતી.

લાતી પ્લોટમાં જુગાર રમતા બે ઝડપાયા

લાતીપ્લોટ વિસ્તારમાં બે ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય જે બાતમીને આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા નિઝામ સલીમ મોવર (ઉ.વ.૨૧) રહે ઈદ મસ્જીદ રોડ મોરબી અને ઓસમાણ ઉર્ફે ઓસો હુશેન ઘાંચી (ઉ.વ.૬૦) રહે લાતી પ્લોટ શેરી નં ૦૪ એમ બેને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૨૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:19 pm IST)