Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

માણાવદરના યુવાને કેક કાપ્યા વિના કે મીણબતી ઠાર્યા વિના જન્મ દિવસની ઉજવણી કરી

મીણબતી ઠારવી એટલે આત્માનો પ્રકાશ ઠારવો

જુનાગઢ, તા.૨૫:લોકોમાં એક એવી માન્યતા દઢ થઇ ગઇ છે કે જન્મ દિવસ ની ઉજવણી માં મોંધીદાટ કેક કાપી મીણબતી ઠારીને જ જન્મ દિવસ ઉજવાય આ એક ભુલ ભરેલી અને કોઇ તુકાબાજના ચીલે ચાલવાનું અનુકરણ છે. જન્મ દિવસે મીણબતી ઠરાવાની ન હોય તેને જલતી જ રાખવાની હોય છે.મીણબતી ઠારવી એટલે આત્માનો પ્રકાશ ઠારવો તમારો એક દિવસ ઠારી નાખવો જન્મના દિવસે દિવસ ને ઠારવાનો હોય કે તેને પ્રકાશમય બનાવવાનો હોય?

આ વાત માણાવદરના માધવ ક્રેડીટ કો.સોસાયટી લી.ના ચેરમેન જીજ્ઞેશભાઇ છૈયા એ સાર્થક કરી તેમનો જન્મ દિવસ કેક કાપ્યા વગર કે મીણબતી બુઝાવ્યા વગર અનોખી રીતે ઉજવી સમાજમાં અનુકરણ પૂરું પાડયું છે. છૈયા કહે છે કે કેક કાપવા કરતા મને ગરીબ બાળકોના દિલ ઠારવા ગમે છે એને ખુશ રાખવા ગમે છે. પ્રતિ વરસે  જન્મ દિવસે દિવસને તેજોમય કરવા મજબુત કરવા તરફ જ લક્ષ્ય કેન્દ્રિત કરું છુ. ગરીબો તરફ મારા જીવનની મીણબતી હંમેશ તેને અજવાળતી રહે ને પ્રકાશ પાથરતી રહે એ જરૂરી છે.

જીજ્ઞેશ છૈયા એ શહેરની ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ચોકલેટ, બિસ્કિટ, પિપરમિંટ વગેરે જેવી બાળકોને પ્રિય વસ્તુઓનું વિતરણ કરી બાળકો સાથે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો . કોઇ ઠાઠ માઠ કે ઠઠારા વગર સાદાઇથી ઉજવાયેલો આ જન્મ દિવસ તેમના જીવનના દરેક દિવસો - મહિના અને વરસો કરોડો આયુષ્ય માં ફેરવાય તેવું પુણ્ય તેમણે પ્રાપ્ત કરી લીધું છે.

(11:41 am IST)