Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કેશોદઃ નેટવર્ક ન્યુઝના સંચાલક ઉપર હુમલાને વખોડયો

કેશોદ : કેશોદ પ્રેસ કલબ દ્વારા નાયબ કલેકટર મારફતે ગૃહમંત્રી ગુજરાત રાજય સરકાર ને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે, સિંહોરમાં ખેડુતોના મસિહા અને નેટવર્ક ન્યુઝ ગુજરાતના સંચાલક વિજયસિંહ ઉપર આઠથી દસ કરતા વધારે વ્યકિતઓ દ્વારા તલવાર, ધારિયા, કુહાડી, પિસ્તોલ જેવા હથિયાર સાથે કરવામાં આવેલ હિચકારી જાનલેવા હુમલો ખુબ દુઃખદ ઘટના છે. અમે સખ્ત રીતે વખોડીએ છીએ.લોકોની વેદનાં ને વાચા આપી ટેલી મીડિયા, પ્રિન્ટ મીડિયા અને શોશ્યલ મીડિયા માં રજુ કરી સરકાર સુધી અવાજ પહોંચાડવા પ્રયત્નો કરે છે ત્યારે આવારા તત્વો દ્વારા અવાજ દબાવવા પ્રયાસ થાય છે ત્યારે આવાં તત્વો સામે કડક કાર્યવાહી કરવા.કેશોદ પ્રેસ કલબના પ્રમુખ ગોવિંદભાઈ હડીયા, પત્રકારો રાજુભાઈ પંડ્યા, જયભાઈ વીરાણી, કમલેશભાઈ જોષી, પ્રવિણભાઈ કરંગીયા, જગદીશભાઈ યાદવ, અશોકભાઈ રેણુકા, શોભનાબેન બાલસ દ્વારા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.તે તસ્વીર. (તસ્વીર :કિશોર દેવાણી -કેશોદ)

(11:38 am IST)
  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,296 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,16,049 થયો : એક્ટીવ કેસ 4,42,176 થયા: વધુ 33,487 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,37,126 રિકવર થયા : વધુ 407 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,661 થયો access_time 12:00 am IST