Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગોંડલ માંડવી ચોકમાં બીઓબીના એટીએમના સિકયુરીટી ગાર્ડે ખાતાધારકને છરી બતાવી

ગોંડલ તા. ૨૫ : માંડવી ચોક ટાઉન હોલની સામે અક્ષર બુક સ્ટોર નામે દુકાન ચલાવતા દેવાંગભાઈ હરસુખભાઈ રાવરાણી માંડવી ચોકમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા ત્યારે ફરજ પરના સિકયુરિટીમેન ચીમન રતિભાઈ પડીયાએ માસ્ક પહેરવા અને ઉતારવા બાબતે ઝઘડો કર્યો હતો. બાદમાં સિકયુરીટી મેન દેવાંગભાઈની બેંક સામે આવેલી દુકાને જઈ છરી બતાવી રોફ જમાવ્યો હતો જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

શિવરાજગઢમાં જુગાર રમતા ૭ સત્તા પ્રેમીઓ ઝડપાયા

તાલુકા પોલીસના શકિતસિંહ જાડેજા, રૈયાભાઈ ખીંટ અને પ્રવીણભાઈ મકવાણાએ શિવરાજગઢ થી દેવડા ગામમાં જતાં કાચા રસ્તા પર તીન પત્તીના જુગારની રમત પર દરોડો પાડી જુગાર રમતા ગોવિંદ ભીમજીભાઇ મેર બાબુ અરજણભાઈ ખુટ નયન ઝીણાભાઈ વોરા વિનુ સવજીભાઈ જાદવ દિનેશ દેવજીભાઈ વોરા પ્રવીણ નરસિંહભાઈ વોરા તેમજ પ્રવીણ ગોવર્ધનભાઈ વોરાને રોકડા રૂપિયા ૧૬૧૩૦, એક બાઈક મળી કુલ રૂપિયા ૨૮૧૩૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:24 am IST)