Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કચ્છના માંડવીમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પરીણિતાને છરીના ઘા ઝીંકયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૫:  માંડવીના મેરાઉ ગામે યુવાનના એક તરફી પ્રેમમાં પડેલી યુવતીએ પ્રેમના પાગલપણામાં યુવાનની પત્નિને છરીના ઘા ઝીંકયા હતા. આ અંગે ઈજાગ્રસ્ત થયેલ પરીણિતા રસીલાબેન કાન્તિ માતંગે તેમના પડોશમાં રહેતી યુવતી કૌશલ્યાબેન જગદીશ કન્નર સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.

કૌશલ્યાએ પોતે કાન્તિના પ્રેમમાં છે એવું જણાવી તેણીને કાન્તિ સાથે લગ્ન નહી કરવાની ધમકી દોઢ વર્ષ પહેલાં આપી હતી. હમણાં આઠ મહીના થયા તેના લગ્ન થયા છે, પણ ફરી કૌશલ્યાએ અઠવાડિયા પહેલાં રૂબરૂ ઘરે આવીને રસીલાને ધમકી આપી હતી કે, હું કાન્તિને પ્રેમ કરું છું.

આ વિવાદ વચ્ચે કૌશલ્યાએ રવિવારે ઘરે આવીને રસીલા સાથે ઝઘડો કરી તેણી ને છરીના ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં રસીલાએ બુમાબુમ કરતા કૌશલ્યા નાસી છુટી હતી. ઈજાગ્રસ્ત પરીણિતા રસીલા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. 

(11:39 am IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • દિલ્હીમાં તાંડવ મચાવે છે કોરોનાઃ સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુના મોતઃ ર૪ કલાકમાં ૬૬ર૪ કેસઃ ગઇકાલે વધુ ૧૦૯ના મોત નોંધાયા access_time 3:20 pm IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST